<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

એલોસી પાસેથી ઘૂસણખોર પકડાયો:મોટી સંખ્યા માં હથીયાર અને દારૂગોળો મળી આવ્યો

જમ્મુ(સુરેશ ડુગ્ગર દ્વારા):જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલ.ઓ.સી ઉપર એક પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો છે જ્યારે જમવું સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા બીએસએફના જવાનોએ મોટી માત્રામાં હથિયાર અને બોમ્બ પકડ્યા છે.

સુરક્ષા અધિકારીઓ મુજબ આજે સવારે પૂંછ જિલ્લાના સેક્ટરમાં નિયંત્રણ રેખાની સુરક્ષા દરમ્યાન ભારતીય જવાનોએ 35 વર્ષીય એક પાકિસ્તાની ઘોષણખોળની ધરપકડ કરી હતી અધિકારીઓ મુજબ ઘૂસણખોર સીમા પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. દરમિયાન મોટી માત્રામાં હથિયાર અને બોમ્બ પણ મળી આવ્યા હતા. 

બીએસએફના એક પ્રવક્તા મુજબ શનિવાર અને રવિવાર દરમિયાન રાતના સમયે આર.એસ પુરા ક્ષેત્રમાં સૈનિકોએ ઘુષણખોરીની કોશિશ ના કામ કરી હતી. અધિકારીઓ મુજબ કુશળખોરી દરમિયાન ઘૂસણખોર હથિયાર અને બોમ્બ છોડીને ભાગી ગયા હતા. 

આજે સવારે ઘટના સ્થળની તપાસ દરમિયાન પાકિસ્તાનમાં બનેલી બેગ, એક સિગરેટનું પેકેટ અને કેટલોક અન્ય સામાન પણ મળી આવ્યો હતો.

(1:26 PM IST)