તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Sunday, 22nd September 2024
જમ્મુ- કાશ્મીર ચૂંટણી:નેતાઓના બાળકો પ્રચારમાં જોડાયા

જમ્મુ(સુરેશ દુગ્ગર દ્વારા):જમ્મુ કાશ્મીર ચૂંટણીનો એક નવો રંગ જોવા મળ્યો છે જેમાં પોતાના માતા અને પિતા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પ્રચાર માટે બાળકો પણ મેદાનમાં ઊતર્યા છે. જોકે આ લોકો સગીર નથી. જેમાં ઉંમર અબ્દુલ્લા ના મોટા દીકરા ઝમીર અબ્દુલ્લાએ પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગંદરબલ બેઠકથી પિતાના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા. અહીં તેમનું પ્રથમ સાર્વજનિક ભાષણ પણ તેમણે આપ્યું હતું. ન પોતાના માટે પણ તેમના હતાશ પિતા અને તત્કાલીન જમ્મુ કાશ્મીર રાજ્યના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લા માટે હતું.
ઝમીરે જણાવેલ કે, મારા પરદાદા શેખ મોહમ્મદ અબ્દુલ્લાએ પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. આ જગ્યા અમારાથી ખૂબ જ નજીક છે મારા પરદાદી અહીંથી જ સાંસદ બનેલ અને શેખ અબ્દુલ્લાએ ત્રણ વખત અહીંથી જીત મેળવી હતી.
ઉપરાંત સુગરા બરકતી પણ પિતા માટે પ્રચાર કરી રહી છે. જે પોતાની પત્ની સાથે આતંકી ફંડિંગ મામલોમાં જેલમાં બંધ છે. સુગરા અત્યાર સુધીમાં તેની તમામ રેલીઓમાં રોઈ પડી છે. તેમના પિતા બડગામ જિલ્લાના બિરવા અને મધ્ય કાશ્મીરના ગંદેરબલથી ચૂંટણી લડી રહ્યા છે. બિરવાહમાં એક રેલી દરમિયાન તેમણે જણાવેલ કે મેં બાળપણ નથી જોયું.તે ખોવાઈ ગયું છે. મારા માતા પિતા જેલમાં છે. તમારા મત વધુ બદલી શકે છે અને મારા માતા-પિતાને પરત લાવી શકે છે. સુગરા સાથે તેનો ભાઈ પણ જોડાયો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
