<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

અમેરિકાએ ભારતની ૨૯૭ પ્રાચીન મુલ્યવાન કલાકૃતિઓ નરેન્દ્રભાઈને સોંપી:પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાયડનનો આભાર માન્યો

નવી દિલ્હી: નરેન્દ્રભાઈ ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાઈડને ભારતને ભેટ આપી છે. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓની ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી.

2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી, ભારતને વિદેશી દેશોમાંથી કુલ 640 પ્રાચીન ધરોહર મળી છે. આ 640 પ્રાચીન ધરોહરમાંથી, અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને 578 મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી દીધી છે.

 

અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓને સોંપવા બાબતે પીએમ મોદીએ કહ્યું કે, આપણે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પડશે અને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી પડશે. ભારતને 297 અમૂલ્ય પ્રાચીન ધરોહરો પરત કરવા બદલ હું પ્રમુખ બાઈડન અને US સરકારનો ખૂબ જ આભારી છું.

PM મોદીની અગાઉની અમેરિકાની મુલાકાતો પણ ભારતમાં પ્રાચીન ધરોહરો પરત કરવાના સંદર્ભમાં ઘણી સફળ રહી હતી. વર્ષ 2021માં જ્યારે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે US સરકારે 157 પ્રાચીન ધરોહરો ભારતને પરત કરી હતી. 12મી સદીની કાંસ્ય નટરાજની પ્રતિમા પણ 2021માં પરત કરવામાં આવેલી પ્રાચીન ધરોહરોમાં સામેલ હતી.

(12:25 PM IST)