News of Tuesday, 17th September 2024
વિદેશથી આવ્યા દિલ્હી :AAP પર કેવી રીતે વર્ચસ્વ જમાવ્યું? આતિશીની ન સાંભળેલી વાતો : જુઓ વિડિઓ
કાલકાજી વિધાનસભા સીટના ધારાસભ્ય આતિશીને દિલ્હીના નવા સીએમ તરીકે પસંદ કરાઈ :કેજરીવાલના વિશ્વાસુ નેતા જે અણ્ણાના આંદોલનના સમયથી સક્રિય હતી :આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમના સ્થાને દિલ્હીના વરિષ્ઠ મંત્રી આતિશીને સીએમ બનાવવામાં આવ્યા છે. આતિશીને કેજરીવાલના વિશ્વાસુ માનવામાં આવે છે. આ પહેલા તે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે. જેમણે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આતિશી અણ્ણા આંદોલનના સમયથી સક્રિય છે.
તેણે વિદેશમાં અભ્યાસ પૂરો કર્યો છે. પરંતુ 7 વર્ષથી ગામમાં રહીને તેણે સિસ્ટમની ગૂંચવણો વિશે જાણ્યું છે. જ્યારે તેમને સરકારમાં મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા ત્યારે એક-બે નહીં પરંતુ 13 વિભાગો તેમને સોંપવામાં આવ્યા હતા. આતિષીને શરૂઆતથી જ બીજેપીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. સાથે જ ભાજપે પણ તેમને ઘેરી લીધા છે. તેમને સીએમ બનાવવા પાછળની રણનીતિ શું છે?
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
