News of Tuesday, 17th September 2024
લેબનોનમાં આતંકીઓના પેજર્સમાં સીરિયલ બ્લાસ્ટ :અત્યાર સુધીમાં 8થી વધુના મોત:1000થી વધુ ઘાયલ : જુઓ વિડિઓ
લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલોમાં સામેલ: તમામ પેજર્સ લગભગ એક જ સમયે વિસ્ફોટ થયા

🚨Wow!! Hundreds Injured! 🚨
— In2ThinAir (@In2ThinAir) September 17, 2024
Hundreds of Hezbollah members in Lebanon wounded after their pagers exploded!
According to local residents, the explosions went on for 30 minutes after the initial blast.
Now imagine having the power to do this to Smartphones!
It exists! pic.twitter.com/eZejHIVyhW
ઈરાન સમર્થિત લેબનોની આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લડાકૂઓના પેજર્સમાં બ્લાસ્ટ થતાં 1000થી વધુ ઘાયલ થયાં હતા. સીરિયલ બ્લાસ્ટમાં અત્યાર સુધી 8 લોકોના મોત થયાં છે મોતનો આંકડો વધી શકે છે. લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલોમાં સામેલ છે. હિઝબુલ્લાહે હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને દાવો કર્યો છે કે તમામ પેજર્સ લગભગ એક જ સમયે વિસ્ફોટ થયા હતા.
લેબનોને એવી માહિતી આપી કે આજે બપોરે હિઝબુલ્લાના ઘણા લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. તેમના પેજર્સમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પેજર્સ એક પ્રકારનું વાતચીત કરવાનું સાધન છે. ટૂંકા ગાળાના અંતર માટે વાતચીત કરવા પેજર્સનો ઉપયોગ થાય છે.
આ સીરીયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત સહિત ઘણા સ્થળોએ થયા હતા, બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક પછી એક અનેક વિસ્ફોટ થયા અને એક કલાક સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો.
સોશિયલ મીડિયા અને લેબનોન અને ઈઝરાયલી મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, લોકોને માથામાં, પગમાં અને હાથમાં ઈજા થઈ હતી. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
