News of Tuesday, 17th September 2024
નરેન્દ્રભાઇની ગુજરાતને ૮૦૦૦ કરોડની ભેટ : ઓડીશા જવા રવાના
સૂર્યધર મફત વિજળી યોજના, ગ્લોબલ રીન્યુએબલ એનર્જી એકસ્પો તથા ભારતની પ્રથમ વંદે મેટ્રોને લીલીઝંડી આજે તેમના જન્મદિવસે સવારે અમદાવાદ એરપોર્ટથી ગુજરાત પ્રવાસ પૂર્ણ : પીએમ મોદીને મળેલ ૬૦૦ ભેટની આજથી હરરાજી

અમદાવાદ, તા. ૧૭ : નરેન્દ્રભાઇ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આજે સવારે તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત ફર્યા હતા. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરેલ. ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના આંગણે રવિવારે સાંજે પધારેલા પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે તેમણે ગુજરાતને ૮૦૦૦ કરોડ રૂપિયાની ભેટ આપી હતી.
નરેન્દ્રભાઇએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગઇકાલે સવારે ૯.૪૫ કલાકે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરેલ. આ પછી ૧૦.૩૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એકસ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદ્ધાટન કરેલ. આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરેલ.
ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ.૮૦૦૦ કરોડથી વધારેનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય મંત્રી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત' સમારંભમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે દેશમાં ચારે તરફ ઉત્સવની ધૂમ છે. ઉત્સવના આ દિવસોમાં ભારતમાં વિકાસનું પર્વ પણ નિરંતર ઊજવાઈ રહ્યું છે. આજે ગુજરાતમાં રૂ. ૮૦૦૦ કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું છે, જેમાં રોડ, રેલ, મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજે ગુજરાતના હજારો પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. આ પરિવારો નવરાત્રિ, દશેરા, ધનતેરસ, દિવાળી સહિતના બધા તહેવાર એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી પોતાના નવા ઘરમાં ઊજવશે, એનો આનંદ છે. ગુજરાતમાં આવેલી અતિવળષ્ટિની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, ઉત્સવના આ માહોલમાં પીડા પણ છે, કેમ કે ગુજરાતના અનેક વિસ્તારમાં અતિવળષ્ટિ જોવા મળી છે. ગુજરાતમાં એક-બે જગ્યાએ નહીં પણ ગુજરાતના દરેક ખૂણામાં વરસાદ પડ્યો છે અને અનેકગણો વધારે વરસાદ પડ્યો છે. લોકોએ અનેક સ્વજનો ગુમાવ્યા છે અને જાન- માલનું પણ નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશની જેમ તમામ પ્રકારની મદદ આપી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, કેટલાક નકારાત્મક લોકો દેશની એકતા પર પ્રહાર કરે છે, તુષ્ટિકરણમાં રચ્યાપચ્યા રહેનારા લોકો સત્તાલાલસા માટે કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવવા મરણિયા થયા છે, આવા લોકોને જનતા મક્કમ જવાબ આપશે. વધુમાં વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં ૧૦૦ દિવસ મેં દેશહિત માટે અને જનકલ્યાણલક્ષી નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે. ભારતની શાન વધારવાના અને દરેક ભારતીયને સન્માનપૂર્વકનું જીવન આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર સતત નવી ઉર્જા અને નવી ચેતના સાથે કાર્યરત રહેશે. દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ. ૧૪૦ કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ છે એમ તેમણે ઉમેર્યું હતું.
નરેન્દ્રભાઇને મળેલ ૬૦૦ થી
વધુ ભેટોની હરાજી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળેલી ૬૦૦થી વધુ ભેટોની હરાજી આજે મંગળવારે તેમના જન્મદિવસ પર શરૂ થઈ છે. આ હરાજી ૨ ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકળતિ અને ચાંદીની વીણા સુધી, જે વડાપ્રધાન મોદીને મળેલી ભેટો અને સ્મળતિચિホોમાં સામેલ છે તેની હરાજી કરવામાં આવી રહી છે. સાંસ્કળતિક પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે, હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપિયા હશે.
તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીને મળેલી ભેટોને હરાજીના માધ્યમ દ્વારા લોકોને પરત આપવામાં આવે છે અને હરાજીમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ‘ગંગાની સફાઈ' માટે કરવામાં આવે છે. મંત્રીએ વધુમાં કહ્યું કે, ઙ્કછઠ્ઠી વખત આવી હરાજી કરવામાં આવી રહી છે અને તેના માધ્યમથી એકત્ર કરવામાં આવેલું ફંડ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે. આ વખતે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં ભેટ તરીકે મળેલી લગભગ ૬૦૦ વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
