News of Tuesday, 17th September 2024
લોન EMI ભરતા સામાન્ય લોકોને મળશે રાહત :લોન EMIમાં થશે ઘટાડો !: RBI ગવર્નરની મોટી આગાહી
શશીકાંત દાસે કહ્યું -પોલિસી વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા પર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે

નવી દિલ્હી : લોનની ઈએમઆઇ ભરી રહેલા સામાન્ય વર્ગના માણસોને રાહત મળી શકે છે,રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે લોન EMIમાં ઘટાડો થવાની ભવિષ્યવાણી કરી છે. લોન EMIમાં ઘટાડો એટલે RBIના રેપો રેટમાં ઘટાડો, જેને RBI દ્વારા લગભગ દોઢ વર્ષથી સ્થિર રાખવામાં આવ્યો છે.
એક તરફ યુરોપિયન સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં ઘટાડો કરી રહી છે. બીજી તરફ ફેડએ પણ પોલિસી રેટમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ બંનેથી વિપરીત આરબીઆઈનો અભિપ્રાય અલગ છે. આરબીઆઈ ગવર્નરનું કહેવું છે કે ભારતના પોલિસી રેટ આર્થિક સ્થિતિ અને આર્થિક ડેટા પર આધારિત હશે.
શક્તિકાંત દાસનું કહેવું છે કે પોલિસી વ્યાજ દરમાં ઘટાડો માસિક આંકડા પર નહીં પણ ફુગાવાના લાંબા ગાળાના દર પર નિર્ભર રહેશે. દાસની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 7 થી 9 ઓક્ટોબર વચ્ચે યોજાવાની છે. મીટિંગમાં પોલિસી રેટ ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આવશે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
