News of Tuesday, 17th September 2024
આતિશી આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે, AAPની બેઠક બાદ મોટી જાહેરાત
દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા:AAP નેતા આતિશીને આ જવાબદારી સોંપાઈ :ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી :બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો: તમામ ધારાસભ્યોએ ઊભા થઈને પ્રસ્તાવનો સ્વીકાર કર્યો:અતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી :આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર રહી ચૂક્યા છે

નવી દિલ્હી : દિલ્હીના મંત્રી આતિશી હવે આગામી ચૂંટણી સુધી દિલ્હીના મુખ્ય પ્રધાન રહેશે, AAPએ બેઠક બાદ જણાવ્યું હતું આજે બપોરે 12:10 કલાકે દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા છે. AAP નેતા આતિશીને આ જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તમામ ધારાસભ્યોએ ઊભા થઈને પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર રહી ચૂક્યા છે
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
