<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

વિશ્વના રાજકીય ફલક પર નરેન્‍દ્રભાઈનો અનેરો દબદબો

મોદીઍ ભારત ને બનાવ્યું વૈશ્વિક મિત્રઃ છેલ્લા ૧૦ વર્ષ માં અમેરિકા માં ૩,બ્રિટેન માં પાંચ જાપાન માં ૩,ઑસ્ટ્રેલિયા માં ૪ અને ઇટલી માં ૫ રાષ્ટ્રીય પ્રમુખો બદલાયાઃ જેની સામે આપણા નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ માટે પણ અવિરત કાર્યરતઃ દુનિયા માને જેની વાત,નરેન્દ્ર મોદી તેનું નામઃ નરેન્દ્રભાઈ ના વિદેશ પ્રવાસ થી ભારત ને શું ફાયદો...? વેધક સવાલ નો સણસણતો જવાબઃ ભારત જ લાવશે રસિયા-યુક્રેન યુદ્ધ નો અંત...?: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની ૭૯ વિદેશ યાત્રા માં ૭૦ દેશો ની લીધી મુલાકાતઃ મોદી ઍ પોતાના પ્રથમ કાર્યકાળ માં ૫ વખત ચીન ની મુલાકાત લીધી હતીઃ ભારત ની કૂટનીતિક મોરચે મોટી જીત કતારે આઠ પૂર્વ ભારતીય નૌસેનિકો ને કર્યા મુક્ત

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૭:  ૨૬ મી મેં ૨૦૧૪ ના રોજ નરેન્‍દ્રભાઈ એ દેશ ના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્‍યાર થી જ વૈશ્વિક રાજકીય ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું જેનો રોડમેપ તૈયાર કરી લીધો હતો પ્રારંભ માં પાડોશી દેશો સાથે ઘનિષ્ટતા કેળવ્‍યા બાદ અન્‍ય દેશો સાથે મૈત્રી કેળવતા ગયા મોદી જી એ તેમના પ્રથમ કાર્યકાળ દરમ્‍યાન જ એક પછી એક દેશો ની મુલાકાત લઇ સબંધો સુધારતા પણ ગયા અને વિકસાવતા પણ ગયા પ્રારંભ માં વિપક્ષો સહીત સામાન્‍ય જનતા પૂછતી કે મોદી ના વિદેશ પ્રવાસ થી ભારત ને શું ફાયદો..?વિપક્ષ મશ્‍કરી પણ કરતુ કે મોદી તો હવા માં જ ઉડે છે પરંતુ જેમ જેમ નરેન્‍દ્રભાઈ ના વિદેશ પ્રવાસ બાદ થતા ફાયદા અને એની અસર જોતા વિપક્ષો ના મોઢા પણ સિવાય ગયા કદાચ વર્ષો પછી છપ્‍પન ની છાતી વાળો નેતા ભારત ને મળ્‍યો હશે કે વિશ્વ ના કોઈ દેશ ની પરવા કર્યા વિના પાકિસ્‍તાન માં ઘુસી ને દુશ્‍મનો પર કર્યો હુમલો ,પાકિસ્‍તાન તો ઠીક ચીન ને પણ લાલ આંખ કરી આપ્‍યો જવાબ, ના અમેરિકા નો ડર કે ના અન્‍ય દેશો ની શેહ શરમ.... માલદીવ્‍સ ના પ્રમુખ ભારત ની જરાક મસ્‍તી કરવા ગયા તો મોદી જી એ ગણતરી ના દિવસો માં જ પોતાનો પરચો આપી દીધો એ પણ કોઈ પણ નિવેદન વગર...

 તો કેનેડા ને આપેલા ડિપ્‍લોમેટિક જવાબ થી વિશ્વ ના કેટલાય દેશો ડઘાઈ ગયા, ભારતે ભારે કુનેહ થી ઈરાન ના ચાભર પોર્ટ નું મેનેજમેન્‍ટ દસ વર્ષ માટે પોતાના હાથ માં લીધું જેના થી ભારત દુશ્‍મન દેશો ને સીધો પડકાર ફેંકી શકશે ,સાથ થી વધુ દેશો સાથે સીધો વ્‍યાપાર કરી શકશે તેમજ અફઘાનિસ્‍તાન ,મધ્‍ય-એશિયા  અને યુરોપ થી ડાઇરેક્‍ટ કનેક્‍ટ થશે  અને એટલે જ કદાચ તેમણે  એસ.જયશંકર જેવા બાહોશ , સક્ષમ અને નિપુણ વ્‍યક્‍તિ ને વિદેશ મંત્રી બનાવ્‍યા છે..

      ભારત ની કૂટનીતિક મોરચે મોટી જીતનું ઉદાહરણ -મળત્‍યુદંડ ની સજા પામેલા આઠ પૂર્વ  ભારતીય નૌસૈનિકો ને કતારે મુક્‍ત કરવા પડ્‍યા, જે અમેરિકા એ એમને વિઝા આપવાની ના પાડી હતી એ જ એમરિકા ને આપણા ગુજરાત ના અમદાવાદ માં યુ એસ દૂતાવાસ ખોલવા માટે મજબુર કર્યા આ તો નરેન્‍દ્ર મોદી ..નમે નહિ પણ નમાવે..

   આપણને આヘર્ય થશે પરંતુ  ભારત વિશ્વ નો સૌથી મોટો લોકશાહી  દેશ અને છેલ્લા ૧૦ વર્ષ થી એક જ વડાપ્રધાન*ત્‍યાર બાદ ત્રીજી ટર્મ માટે પણ જનતાએ મોદી ઉપર જ પસંદગી  ઉતારી.. અને જેની પાછળ નું કારણ છે મોદી ની ઉત્તમ કાર્યશૈલી ..એક સમયે ભારત ની રાજકીય આલમ ક્ષેત્રે વૈશ્વિક ઓળખ ના બરાબર હતી પરંતુ હવે  વિશ્વ ના અનેક દેશો મેં ભારત નો ડંકો વાગે છે, છેલ્લા ૧૦ વર્ષ માં  અમેરિકા માં ૩ રાષ્‍ટ્રપતિ બદલાયા ,બ્રિટેન માં ૫ વડાપ્રધાન બદલાયા ,જાપાન માં ૩ રાષ્‍ટ્રપતિ બદલાયા,ઓસ્‍ટ્રેલિયા માં ૪ વડાપ્રધાન બદલાયા તથા  ઇટલી માં ૫ વડાપ્રધાન બદલાયા  તો જેની સામે આપણા ભારત ના નરેન્‍દ્ર મોદી મક્કમતા થી વડાપ્રધાન ની જવાબદારી સુપેરે પાર પડી રહ્યા છે. 

ખરેખર ભારત ને એક અનેરી વૈશ્વિક ઓળખ નરેન્‍દ્રભાઈ એ અપાવી છે કોઈ પણ યુદ્ધ ને અટકાવી શકે મોદી પાસે  એવી આશા નેતાઓ રાખતા થયા રશિયા સાથે મોદીની મિત્રતા થી સૌ કોઈ પરિચિત છે એટલે કે વર્ષ ૨૦૦૧ માં ભારત-રશિયા શિખર સંમેલન માં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયી ની ટિમ જોડે સાથે હાજર હતા નરેન્‍દ્રભાઈ,ત્‍યાર થી પુતિન સાથે મિત્રતા કેળવી હતી

   મોદી જી એ હાલ માં જ રશિયા ની મુલાકાત લઇ પુતિન ને મળ્‍યા હતા પરંતુ જોવાની વાત એ છે કે મોદીજી એ રશિયા બાદ યુક્રેન ની પણ મુલાકાત લીધી,બંને દેશો વચ્‍ચે ચાલતા ભીષણ યુદ્ધ વચ્‍ચે મોદી સમન્‍વય કરી શકે અને બંને દેશો માં એટલુંજ ઉમળકા થી એમનું સ્‍વાગત થઇ ત્‍યારે સ્‍વાભાવિક છે કે ચીન હોઈ કે અમેરિકા એમના પેટ માં તેલ રેડાય જ...

   હિન્‍દૂ નેતા તરીકે છાપ ધરાવતા નરેન્‍દ્રભાઈ એ ગલ્‍ફ કન્‍ટ્રીઝ અને  ઇસ્‍લામિક દેશો સાથે પણ એવી જ મૈત્રી કેળવી કયાં દેશો સાથે ના સંબંધ થી ભારત ને વ્‍યાપાર અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બાબતે શું ફાયદો થઇ શકે એ મોદી સારી રીતે જાણે છે  અન્‍ય દેશો પર પરાવલંબી ના થવું પડે એ માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે

પુતિન જેવા શક્‍તિશાળી નેતા એ કહ્યું કે શાંતિ વાર્તા માટે તૈયાર ભારત યુક્રેન ઉપર મધ્‍યસ્‍થી કરાવી શકે જેની સામે યુક્રેન મુલાકાત દરમ્‍યાન ઝેલેન્‍સકી એ પણ સ્‍વીકાર્યું કે ભારત નો મોટો પ્રભાવ છે પુતિન ને રોકી શકે છે હાલ માં જ નરેન્‍દ્રભાઈ અને પુતિને ટેલિફોનિક વાતચીત કર્યા બાદ હવે અજિત ડોભાલ આ યુદ્ધ ના અંત લાવા ના હેતુથી રશિયા મુલાકાતે પોહોંચ્‍યા છે જુઓ તો ખરા આ નવા ભારત ની તાકાત... કે જે વિશ્વ ના રાજકીય ફલક માં  બે દિશા મેં વહેંચાયેલ રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાવવા ભારત આગળ વધે છે જાણે બંને દેશો વચ્‍ચે નો શાંતિ નો માર્ગ ભારત માં થી જ નીકળશે એવો વિશ્વાસ અમેરિકા સહીત અનેક દેશો ને છે

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એ ૨૦૧૪ થી લઇ ૧૪ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ સુધી માં કુલ ૭૯ વિદેશ યાત્રા માં  કુલ ૭૦ દેશો ની મુલાકાત લીધી છે .

અન્‍ય વડાપ્રધાન ની સરખામણી માં મોદી એ વર્ષ ૨૦૧૪ માં ૩૩ વર્ષ બાદ ફીજી ની મુલાકાત લીધી તો ૩૪ વર્ષ બાદ યુએઈ ની મુલાકાત લીધી વર્ષ ૨૦૧૫ માં ૨૮ વર્ષ બાદ શ્રીલંકા ની મુલાકાત લીધી અને ૬૦ વર્ષ બાદ આયર્લેન્‍ડ ની મુલાકાત લીધી , વર્ષ ૨૦૧૬ માં ૩૪ વર્ષ બાદ મોઝામ્‍બિક ની મુલાકાત લીધી વર્ષ ૨૦૧૮ માં ૩૦ વર્ષ બાદ જોર્ડન ની અને ૩૦ વર્ષ બાદ સ્‍વિડેન ની મુલાકત લીધી તો વર્ષ ૨૦૨૪ માં ૩૪ વર્ષ વર્ષ બાદ યુક્રેન ની ,૪૧ વર્ષ બાદ ઑસ્‍ટ્રિયા ની અને ૪૫ વર્ષ બાદ પોલેન્‍ડ  તો બ્રુનેઇ ની ભારત ના વડાપ્રધાન તરીકે મુલાકાત લેનાર પણ નરેન્‍દ્રભાઈ જ છે.

જેમાં અમેરિકા ની આઠ વખત , ફ્રાન્‍સ,જાપાન અને યુએઈ ની સાત વખત , જર્મની અને રશિયા ની ૬ વખત , ચાઈના,નેપાળ અને સિંગાપોરે ની ૫ વખત , ભૂટાન, ઇન્‍ડોનેશિયા, સિંગાપોર, શ્રીલંકા, યુનાઇટેડ કિંગડમ,ઉઝબેકિસ્‍તાન ની ૩ વખત, અફઘાનિસ્‍તાન,ઑસ્‍ટ્રેલિયા,બાં ગ્‍લાદેશ, બ્રાઝીલ, ઇટલી, કઝાખિસ્‍તાન, કર્યઝગીસ્‍તાન, મલેશિયા , માલદીવ્‍સ, મ્‍યાનમાર, કતાર સાઉદી અરેબિયા,સાઉથ કોરિયા, સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ, થાઈલેન્‍ડ ની યાત્રા એમણે ૨ વખત કરી છે તો આર્જન્‍ટિના, ઓસ્‍ટ્રીયા,બાહરેન ,બેલ્‍જીમ,બ્રુનેઇ,કેનેડા, ડેનમાર્ક, ઈજીપ્ત , ફીજી, ગ્રીસ, ઈરાન, આયરલેન્‍ડ, ઇઝરાયેલ ,જોર્ડન,કેન્‍યા, લાઓસ, મોરિશિયસ, મેક્‍સિકો, મંગોલિયા, મોઝામ્‍બિક, નેથેરલેન્‍ડ, ઓમાન, પાકિસ્‍તાન, પપુઆ ન્‍યુ ગિનિયા, પેલેસ્‍ટીન ફિલિપિન્‍સ, પોલેન્‍ડ, પોર્ટુગલ, રવાન્‍ડા, સેશેલ્‍લ્‍સ, સ્‍પેન, સ્‍વિડેન , તાજીકિસ્‍તાન, તાન્‍ઝાનિયા, તર્કી, તુર્કમેનિસ્‍તાન, યુગાન્‍ડા, યુક્રેન, વેટિકન સીટી, વિયેતનામની મુલાકાત એમણે એક વખત  લીધી છે . ખરેખર નરેન્‍દ્રભાઈ આપણા દેશ માટે ગૌરવવંતા નેતા છે. જે દરેકે સ્‍વીકારવું જ .

(12:17 PM IST)