<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

નરેન્‍દ્રભાઇના રાજમાં ભારતીય શેર બજારનો દુનિયામાં ડંકો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૭ :  માનનીય વડાપ્રધાન શ્રી  નરેન્‍દ્રભાઈ  મોદીનું લક્ષ્ય છે કે ભારત ને આર્થિક રૂપથી સમળદ્ધ બનાવવું સાંસ્‍કળતિક રૂપ થી સશક્‍ત બનાવવું અને સામુહિક રીતે સમર્થ બનાવવું છે બસ પછી તો જોવું જ શું હતું આ વિઝન થી દેશ ને આગળ ધપાવતા ગયા અને જેનું પરિણામ આપણે છેલ્લા ૧૦ વર્ષ થી જોઈ રહ્યા છીએ.

     આજે મોદીજીના શાસન કાળ માં ભારતીય શેર બજારનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે મોટાભાગની વિદેશ યાત્રામાં નરેન્‍દ્રભાઈ એ રોકાણકારો ને ભારત તરફ આકર્ષવા સતત પ્રયત્‍નો કર્યા અને જેમાં રોકાણકારો એ મોદીજી ઉપર અનહદ વિશ્વાસ મુકયો વર્ષ ૨૦૧૩-૧૪ માં ભારતીય વિદેશી મુદ્રા ભંડાર ૩૦૪ બિલિયન યુ એસ ડોલર હતું જે વર્ષ જુલાઈ  ૨૦૨૪માં ૬૫૭.૧૫ યુ એસ બિલિયન  ડોલર સુધી પોહોંચ્‍યું, એજ બતાવે છે વિદેશી રોકાણકારો નો દેશ પર વધેલો વિશ્વાસ દેશમાં રોકાણ વધે તો સ્‍વાભાવિક છે કે રોજગાર પણ વધે અને આ નવા રોકાણ થી આંતરરાષ્‍ટ્રીય ઋણ ને દૂર કરવા માં પણ મદદ મળે  છે ..  આ છે નવા ભારતની તાકાત...

આપણે આપણા શેર બજાર ની વાત કરીયે તો નરેન્‍દ્રભાઈએ પ્રથમ વખત વડાપ્રધાન પદે શપથ લીધા ત્‍યારે એટલે કે ૧૬ મી મેં ૨૦૧૪ ના રોજ પેહલી વાર સેન્‍સેક્‍સ ૨૫૦૦૦ને પાર થયો હતો બસ ત્‍યાર પછી સેન્‍સેક્‍સ અને નિફટી સડસડાટ આગળ ધપતા જ ગયા લખો નહિ કરોડો ડિમેટ એકાઉન્‍ટ ખુલવા લાગ્‍યા જોતજોતામાં નરેન્‍દ્રભાઈની પ્રથમ ટર્મ પુરી થઇ અને બીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે શપથ લીધા એ દિવસ હતો ૨૩ મી મેં ૨૦૧૯ અને ત્‍યારે સેન્‍સેક્‍સ રેકોર્ડબ્રેક આંક ઉપર પ હોંચી ૪૦૦૦૦ ને પાર કર્યો હતો સેન્‍સેક્‍સ અને નિફટી ની આ સફર સતત આગળ ધપતી ગઈ નરેન્‍દ્રભાઈ ના ઉત્તમ વિઝન અને કાર્યશૈલી રોકાણકારો માં વિશ્વાસ જગાવતી જ ગઈ એવા માં નરેન્‍દ્રભાઈ એ ભાર પૂર્વક કહ્યું કે મારી ત્રીજી ઇનિંગ્‍સ મેં ભારત વિશ્વ ની ત્રીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા બનશે લોકો ભરોસો કરી આગળ વધવા લાગ્‍યા નરેન્‍દ્રભાઈ એ ૬ જૂન ૨૦૨૪ ના રોજ ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્‍યારે સેન્‍સેક્‍સે ૭૫૦૦૦નો આંક પાર કર્યો એટલે કે માત્ર ૧૦ વર્ષ ના સમય ગાળા માં  સેન્‍સેક્‍સે ૫૦૦૦૦ પોઇન્‍ટ નો જમ્‍પ કર્યો અને આ સેન્‍સેક્‍સ આજે એટલે કે ૧૬ મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ના રોજ એક પછી એક માઈલસ્‍ટોન પાર કરી ને  આંક ઉપર પહોંચ્‍યો છે ..

     અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૧૪ માં માર્કેટ કેપ પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ ઉપર પોહોંચ્‍યું હતું જે વર્ષ ૨૦૨૪ માં એટલે કે માત્ર એક દશકા માં ચાર ગણું વધી ને ૪૦૦ લાખ કરોડ પર પોહોંચતાં ભારતીય શેર બજારે એક નવો ઇતિહાસ સર્જ્‍યો છે.ભારતીય શેર બજાર માં માત્ર છેલ્લા ૫ વર્ષ મ ૩૦ વર્ષ થી ઓછી ઉમર ના રોકાણકારો ડબલ થયા છે કુલ ૯.૫ કરોડ રોકાણકારો માં થી આ યુવાનો ની ભાગીદારી આશરે ૪૦ ટકા સુધી પેહોંચી છે ..બીજી રીતે કહીયે તો મોદીજીના શાસન કાળમાં યુવાનો બન્‍યા દેશના વિકાસનું એન્‍જીન.

(12:16 PM IST)