<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના અમૃતકાળના સારથી નરેન્‍દ્રભાઇ મોદીનો આજે જન્‍મદિવસ

મેરે શરીર કે હર કણ, મેરે શરીર કે હર કણ દેશ કો સમર્પિત હે... : ૨૬મી મે ૨૦૧૪... ૩૦મી મે ૨૦૧૯... અને હવે ૯મી જૂન ૨૦૨૪... સતત ત્રીજી ઇનિંગસમાં પણ દેશને લગતા નિર્ણયો લઇ ફટકાબાજી કરતા મોદી : ભારતના યુપીઆઇનો અનેક દેશોમાં ડંકોઃ ભારત હવે બની રહયું છે ખરા અર્થમાં આત્‍મનિર્ભર : મોબાઇલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ભારતની સતત આગેકૂચઃ મોબાઇલ નિકાસમાં ભારત આજે વિશ્વમાં ચોથા સ્‍થાને પહોંચ્‍યુ છે

(જીતેન્‍દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. ૧૭:  વિશ્વના લોકપ્રિય નેતા અને ભારત ના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી  નો આજે જન્‍મદિવસ છે આ વેળાએ માત્ર ગુજરાત કે ભારત જ નહિ વિશ્વ ના અનેક દેશો ના રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ  તથા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તેમના પર શુભેચ્‍છા  વર્ષા કરી રહ્યા છે.

૭૫ વર્ષીય  આ યુવાન ની જીવન ઝરમર ની એક ઝલક જોઈએ તો... ૧૭ મી સપ્‍ટેમ્‍બર ૧૯૫૦ ના રોજ રવિવાર ના દિને ઉત્તર ગુજરાત ના ખોબા જેવડા વડનગર ખાતે માતા હીરાબાના કુખે જન્‍મ પિતાનું નામ દામોદરદાસ મુલચંદ મોદી, દામોદરદાસ ભાઈના ૬ સંતાન પૈકી નરેન્‍દ્રભાઈ ત્રીજું સંતાન વિસનગર બાદ અમદાવાદમાં અભ્‍યાસ  અનુતાાતક થવા સાથે આર.એસ.એસ ના રંગે રંગાયા, સંઘના પ્રચારકની જવાબદારી હોય  કે ભાજપના સંગઠન ની જવાબદારી  કે પછી રાજકીય સત્તા ની જવાબદારી......જેમાં ગુજરાત નું મુખ્‍યમંત્રી પદ હોય કે હોય વડાપ્રધાન ની જવાબદારી , નરેન્‍દ્રભાઈ સતત આગળ ધપતા જ રહ્યા છે...

વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળ્‍યા બાદ એક પછી એક વાયદાઓ પૂર્ણ કરવા વોટબેન્‍કની પરવા કર્યા વિના અભુતપુર્વ નિર્ણયો લેતા ગયા વર્ષો થી ચર્ચાતો પ્રશ્ન એટલે મહિલા આરક્ષણ...વાતો નહિ વાયદા નહિ અમલમાં મૂકી વિપક્ષની બોલતી બંધ કરી દીધી વર્ષો થી હિંદુઓ ના પ્રાણ પ્રશ્ન સમા રામ મંદિરના મુદ્દાને કાયદાની રાહે  ઉકેલી માત્ર શિલાન્‍યાસ જ નહિ ભવ્‍ય મંદિરનું નિર્માણ કરાવી કરોડો હિંદુઓના દિલ જીતી લીધા ..કાશમીરના વિકાસની આડે આવતો આર્ટિકલ ૩૭૦ કે જે હટાવવો દૂર દૂર સુધી શકય લાગતું ના હતું પરંતુ નરેન્‍દ્રભાઈ એ આ ધારા હટાવીને કાશ્‍મીરને વિકાસની એક નવી દિશા આપી પાકિસ્‍તાન સહીત વિશ્વના અનેક દેશોના નેતાઓ રો કકડ કરી મૂકી પરંતુ મોદીએ કોઈને મચક પણના આપી,દેશના અર્થતંત્રને ગતિ આપવા અતિમહત્‍વ ના એવા જીએસટીને દેશભરમાં લાગુ કરી બતાવ્‍યું જે આજે અધધધ આવક રળી આપે છે પ્રારંભિક સમય માં ૮૫૦૦૦ થી ૯૫૦૦૦ કરોડ ની  જીએસટી વસુલાત તાજેતર માં ૧.૭૮ લાખ કરોડ સુધી એટલે કે મોટાભાગે ડબલ થઇ ગઈ છે વધી ને ૨૦.૧૪ લાખ કરોડ ની જીએસટી પણ વસુલાત થઇ છે.   ...કોઈ પણ રાજકીય નેતા વોટબેન્‍કને અવગણી ના શકે પરંતુ નરેન્‍દ્રભાઈએ ફરી એક વાર વોટબેન્‍ક ની પરવા કર્યા વિના મુસ્‍લિમ બહેનો માટે શ્રાપ સમાન તીન તલાક વિરુદ્ધ  નો કાયદો લાગુ કર્યો. મહિલા શક્‍તિ ને સશક્‍ત બનાવવા નારી શક્‍તિ વંદન અધિનિયમ -૨૦૨૩ લોકસભા માં થયું મંજુર એટલે કે હવે વિધાનસભા અને લોકસભા માં મહિલાઓ ને મળશે ૩૩ ટકા અનામત મોદી જે બોલે છે તે કરીને બતાવે છે.

 ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે કે હાલ દેશના વડાપ્રધાન છે ત્‍યારે નરેન્‍દ્રભાઈના વિઝનની અનેરી કમાલ જોવા મળી છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી આયાત ઘટી છે ને નિકાસ વધી છે પછી તે ઇલેક્‍ટ્રિક સામાન હોય સીરામીક ઉત્‍પાદનો હોય દવા હોય ,ચોખા હોય કે હોય  ભારતના મસાલા નિકાસનો આંક સતત વધતો જ જાય છે, ઉત્‍પાદન ક્ષેત્રે પણ મોદી નો માસ્‍ટરસ્‍ટ્રોક જોવા મળી રહ્યો છે દેશ માં ટેક્‍સ્‍ટાઇલ ક્ષેત્ર કરતા ઇલેક્‍ટ્રોનિક ઉત્‍પાદનો ની નિકાસ માં જબરો ઉછાળો આવ્‍યો છે.. ૨૦૧૪ થી ૨૦૨૪ દરમ્‍યાન એટલે કે છેલ્લા ૧૦ વર્ષમાં દર વર્ષે એક નવું આઈ આઈ ટી તૈયાર થયું છે દર વર્ષે એક નવું આઈ આઈ એમ શરુ થયું છે દર અઠવાડિયે એક યુનિવર્સીટી બની છે દર બે દિવસે નવી કોલેજ શરુ થઇ છે અને દરરોજ એક નવું આઈટીઆઈ શરુ થયું છે. વર્ષ ૨૦૧૫ માં  QS WORLD યુનિવર્સિટી રેન્‍કિંગમાં  ભારત ની ૧૧ શેક્ષણિક સંસ્‍થાઓનો સમાવેશ થતો હતો જે  વર્ષ ૨૦૨૪માં વધી ને ૪૫ જેટલી થઇ ગઈ છે.

‘‘મેક ઈન ઇન્‍ડિયા''નો નારો ત્‍યારે વિપક્ષો હસતા હતા પરંતુ નરેન્‍દ્રભાઈએ આ નારાને સાર્થક કરવા ખુબ જ મેહનત કરી પ્રારંભના સમયમાં પરિણામ જોવા ના મળ્‍યું પરંતુ હવે આનું પરિણામ નારી આંખે પણ જોઈ શકાય છે. નાના અને મધ્‍યમ ઉદ્યોગો આજે ભારતીય અર્થવ્‍યવસ્‍થાની ખરી તાકાત બન્‍યા છે   આપણા દેશના અનેક ઉદ્યોગો જાણે આયાત ઉપર ટકયા હતા પરંતુ મોદીજીના મિશનને લઇ આયાત ઘટવા લાગી અને નિકાસ વધવા લાગી  પછી તે સંરક્ષણ ક્ષેત્ર હોય  કે મોબાઈલ મેનુફેક્‍ચરિંગ હોય ભારતને કયાંય પાછળ રહેવા દેવો નથી એક સમયે આપણે મોબાઈલ ક્ષેત્રે માત્ર આયાત ઉપર જ નિર્ભર હતા પરંતુ તમોને આヘર્ય થશે કે આજે ભારત મોબાઈલ ઉત્‍પાદન ક્ષેત્રે વિશ્વમાં બીજા ક્રમે પોહોંચ્‍યું છે જયારે મોબાઈલ નિકાસમાં વિશ્વમાં ચોથા સ્‍થાને પોહોંચ્‍યું છે.એમાં પણ મેડ ઈન ઇન્‍ડિયા ‘‘આઈફોન''ની વિશ્વમાં ધૂમ મચી છે. આજે વિશ્વમાં દર ૭ માંથી ૧ આઈફોન મેડ ઈન ઇન્‍ડિયા છે એટલુંજ નહિ  આગામી વર્ષ ૨૦૨૮ સુધીમાં આશરે ૨૫ ટકા આઈફોનનું ઉત્‍પાદન ભારતમાં થશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આ શાસન દરમ્‍યાન ભારત એક મુખ્‍ય સંરક્ષણ આયાતકારમાં થી મુખ્‍ય સંરક્ષણ નિકાસકારની રાહ પર આગળ ધપી રહ્યો છે. નરેન્‍દ્રભાઈએ સંરક્ષણ નિકાસ વધારવા માટે માત્ર ઉત્‍પાદન ક્ષેત્ર ને પ્રત્‍સાહન નથી આપ્‍યું પરંતુ ટેક્રિકલ આધુનિકરણ માટેની સુવિધાઓ માં પણ ખાસો વધારો કરી ગુણવત્તા પર વિશેષ ભાર આપતા આજે વિશ્વના અનેક દેશોનો ભરોસો જીત્‍યો છે ભારતએ પ્રથમ વખત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪  માં ૨૧,૦૮૩ કરોડ ની રક્ષા ક્ષેત્રમાં નિકાસ કરી છે. રશિયા, શ્રીલંકા, પોલેન્‍ડ, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સ્‍પેન સહીત ૮૪ દેશોને હથિયાર વેહેંચ્‍યાં છે..આ છે મોદી નો જાદુ...

દેશ ની પ્રગતિ ની સાથે સાથે દેશની સુરક્ષા માટે પણ મોદી સરકાર સતત અગ્રેસર જોવા મળી છે ..સ્‍ટોકહોલ્‍મ ઇન્‍ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્‍સ્‍ટિટયૂટના એક રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯-૨૩ની વચ્‍ચે ભારતે વિશ્વની કુલ શષાોની આયાત ના ૯.૮ ટકાની આયાત કરી હતી નવી આધુનિક ટેક્રોલોજીથી ભારતનું સુરક્ષા દાળ વધુ ને વધુ મજબૂત બન્‍યું છે એમાં પણ ભારતની સ્‍વદેશી એસ-૪૦૦ મિસાઈલ ક્ષત્રુઓના વિમાન/ડ્રોનને પલવારમાં નષ્ટ કરી દેવાની તાકાત ધરાવે છે, એમાં પણ રાફેલના આગમનથી ચાર ચાંદ લાગ્‍યા છે.

મોદી સરકારે દસ વર્ષમાં કરેલા કામો ખરેખર નોંધનીય છે વર્ષ ૨૦૧૪માં એલપીજી કનેક્‍શન આશરે ૧૪ કરોડ જેટલા હતા જે વર્ષ ૨૦૨૪માં ૩૧ કરોડ જેટલા થયા પીએનજી કનેક્‍શન ૨૫ લાખ જેટલા હતા જે વધીને ૧૧૯ લાખ જેટલા થયા આગાઉ વીજળી ગ્રામ્‍ય વિસ્‍તારમાં ૮૫ ટકા મળતી હતી જે વધી ને ૧૦૦ ટકા સુધી પોહોંચી છે અગાઉ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વીજળીની ઉપલબ્‍ધતા ૧૨ કલાક હતી જે હાલ વધીને ૨૧ કલાક સુધી પોહોંચી છે અનેક ક્ષેત્રે પ્રગતિ આંખે ઉડી ને વળગે છે પછી તે રેલ વ્‍યવહાર હોય હવાઈ માર્ગ વર્ષ ૨૦૧૪ સુધીમાં આશરે ૨૦,૦૦૦ કિમિ રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થયું હતું જે આજે વધીને ૪૦,૦૦૦ કિમિ સુધી પોહોંચ્‍યું છે.વંદે ભારતે તો ભારત ભર માં ધૂમ મચાવી છે, હાલ માં ૫...૧૦..૨૦ નહિ કુલ ૫૫ વંદે ભારત ટ્રેન ભારતમાં શરુ થઇ ચુકી છે જેમાં દેશની આર્થિક રાજધાની સમી મુંબઈ નગરી માટે ૭ વંદે ભારત ટ્રેન દોડી રહી છે ...ત્‍યારે હવે આવી રહી છે વંદે સાધારણ ...  વર્ષ ૨૦૧૪ પહેલા માત્ર ૯૦૦ મીટર નવી મેટ્રો લાઈન એક મહિનામાં બનતી હતી જે આજે દર મહિને આશરે ૬ કિલોમીટર મેટ્રો લાઈન બની રહી છે બુલેટ ટ્રેનનું કામ પણ બુલેટની ગતિથી જ આગળ વધી રહ્યું છે ટ્રેનનો ઘોંઘાટ ટાળવા વાયડક્‍ટની બંને બાજુ નોઇસ બેરિયર્સ લગાવશે જેનાથી વીજવેગે પસાર થતી બુલેટટ્રેનનો બિલકુલ  અવાજ નહિ આવે..  આજે સેવા સુરક્ષા અને સમાધાનની નવી ઓળખએ ભારતીય રેલ બની છે ડોમેસ્‍ટિક એરલાઇનની કેપેસીટી જે વર્ષ ૨૦૧૪માં ૭૯ લાખ હતી તે વધીને વર્ષ ૨૦૨૪ માં ૧૫૫ લાખ થઇ ગઈ છે . હવાઈ અને રેલવે ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો હોય તો વાહન વ્‍યવહાર કેવી રીતે પાછળ રહે ટોલ નાકા પર અગાઉ વાહનો ને સરેરાશ ૧૨ મિનિટ ઉભું રહેવું પડતું હતું જે આજે ફાસ્‍ટ ટેગ ટેકનોલીજીના કારણે ૨૦૨૪માં માત્ર ૪૭ સેકન્‍ડ સરેરાશ ઉભું રહેવું પડે છે.

 નરેન્‍દ્રભાઈની દૂરંદેશીથી આજે ભારતના યુપીઆઈને  વિશ્વના ૭ દેશોએ સ્‍વીકાર્યું છે જેમાં ભૂટાન, ફ્રાન્‍સ, નેપાળ, મોરિશિયસ , સિંગાપોરે, શ્રીલંકા અને યુએઈનો સમાવેશ થાય છે. શું આજથી થોડા વર્ષો પેહલા કોઈએ કલ્‍પના પણ કરી હતી કે આપણું યુપીઆઈ ભારતના અન્‍ય દેશોમાં ચાલે ..? પરંતુ નરેન્‍દ્રભાઈએ સાર્થક કરીને બતાવ્‍યું છે આપણા માટે હવે સામાન્‍ય લાગતું યુપીઆઈ આજે પણ વિદેશીઓ માટે સપના સમાન છે,જર્મનીના વિદેશ મંત્રી ઍનલિના બેરબોકે બેએક વર્ષ પેહલા  દિલ્‍હીમાં રસ્‍તા ઉપર ફળ વેચતા લોકોને  યુપીઆઈ વાપરતા જોય કહ્યું કે આ જર્મનીમાં થઇ જ ના શકે એવી જ રીતે નોર્વેના પાર્લામેન્‍ટ પેનલ ચીફ મેરી એરિક્‍સને પણ ભારતમાં યુપીઆઈના વપરાશને જોઈને ભારે આヘર્ય સાથે કહ્યું હતું કે આજ બતાવે છે કે ભારતનો કેટલો વિકાસ થયો છે. આવી જ રીતે પાસપોર્ટ રેન્‍કિંગમાં પણ ભારતના પાસપોર્ટના રેન્‍કિંગમાં ખાસો સુધારો જોવા મળ્‍યો છે, વિશ્વના સૌથી શક્‍તિશાળી પાસપોર્ટની યાદીમાં નવીનતમ ઈન્‍ડેક્‍સમાં ભારત ૨ પોઇન્‍ટની છલાંગ લગાવી ભારતે ૮૨મુ સ્‍થાન હાંસલ કર્યું છે.

મોદી સરકાર સંકટ સમયમાં વિદેશમાં વસતા ભારતીયોને બચાવવા કયારેય પાછી પાણી કરી નથી જેમકે વર્ષ ૨૦૧૫માં નેપાળમાં ઓપરેશન મૈત્રી, યમનમાં ઓપરેશન રાહત, વર્ષ ૨૦૧૬માં સુદાનમાં ઓપરેશન સંકટમોચન, અફઘાનિસ્‍તાનમાં ઓપરેશન દેવી-શક્‍તિ, વર્ષ ૨૦૨૨માં યુક્રેનમાં ઓપરેશન ગંગા, સુદાનમાં ઓપરેશન કાવેરી અને હાલમાં ઇઝરાયલ અને હમાસ વચ્‍ચે થયેલ યુદ્ધમાં ઇઝરાયલ થી ભારતીયોને પરત  લાવવા લોન્‍ચ કરાયેલ ઓપરેશન અજય પ્રસંશાને પાત્ર છે. જે દેશને આવા મજબૂત અને સશક્‍ત નેતા મળ્‍યા હોય સ્‍વાભાવિક છે તેમની લોકપ્રિયતા ટોચ ઉપર જ હોય માત્ર ભારતમાં જ નહિ વિશ્વના અનેક નેતાઓની સખામણીમાં મોદીની લોકપ્રિયતા સો મિલિયનને પાર કરી ગઈ છે,નરેન્‍દ્રભાઈ અને તેમના કાર્યો માટે લખવા બેસીયે તો દિવસો પણ ઓછા પડે.

મેરે શરીર કે હર કણ, મેરે શરીર કે હર ક્ષણ દેશકો સમર્પિત હે આવો જીવન મંત્ર રાખનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આજે એટલે કે ૧૭મી સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના રોજ ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ ‘‘અકિલા'' તરફ થી હાર્દિક શુભકામનાઓ

(11:56 AM IST)