<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

નિપાહ વાઈરસને કારણે કોરોના જેવો હોબાળો : લગ્નોમાં મહેમાનોની મર્યાદિત સંખ્‍યા અને દુકાનો ખોલવા પર પ્રતિબંધ : ૧૭૫ લોકો આઇસોલેશનમાં

નિપાહ વાયરસના કારણે કેરળ સરકારે મલપ્‍પુરમમાં કન્‍ટેઈનમેન્‍ટ ઝોન બનાવીને ઘણા નિયંત્રણો લાદ્યા : યુવકના મોત બાદ ધડાધડ પગલા : મલપ્‍પુરમ જિલ્લાની બે પંચાયતોના પાંચ વોર્ડને કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે અને લોકોને મોટી સંખ્‍યામાં ભેગા ન કરવા સૂચના આપવામાં આવી છે : કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં આવેલી દુકાનોને સાંજના ૭ વાગ્‍યા સુધી બંધ રાખવા માટે કહેવામાં આવ્‍યું છે

મલપ્‍પુરમ, તા.૨૮: તાજેતરમાં કેરળમાં નિપાહ વાયરસના કારણે ૨૪ વર્ષીય યુવકના મોત બાદ સરકાર એક્‍શનમાં આવી છે. કેરળ સરકારે મલપ્‍પુરમમાં ઘણા કન્‍ટેઈનમેન્‍ટ ઝોન બનાવ્‍યા છે અને નિયંત્રણો લાદ્યા છે. મલપ્‍પુરમ જિલ્લાની બે પંચાયતોના પાંચ વોર્ડને કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે અને લોકોને મોટી સંખ્‍યામાં ભેગા ન કરવા સૂચના આપવામાં આવી છે. નિપાહ વાયરસના ઝડપી પ્રસારને જોતા, જિલ્લા અધિકારીઓએ કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં આવેલી દુકાનોને સાંજે ૭ વાગ્‍યા સુધી બંધ રાખવા જણાવ્‍યું છે. કન્‍ટેઈનમેન્‍ટ ઝોનમાં સિનેમા હોલ, શાળા, કોલેજ, મદરેસા, આંગણવાડી અને ટયુશન સેન્‍ટર બંધ રહેશે.

દરમિયાન, મલપ્‍પુરમ જિલ્લામાં આંશિક પ્રતિબંધો લાદવામાં આવ્‍યા છે. અધિકારીઓએ લોકોને જાહેર સ્‍થળોએ માસ્‍ક પહેરવાનું કહ્યું છે. જિલ્લામાં લગ્ન, અંતિમ સંસ્‍કાર અને અન્‍ય કાર્યક્રમોમાં હાજરી આપનાર લોકોની સંખ્‍યા ઘટાડવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે.

રાજ્‍યના આરોગ્‍ય મંત્રી વીણા જ્‍યોર્જે પુષ્ટિ કરી છે કે ૯ સપ્‍ટેમ્‍બરે મળત્‍યુ પામેલા ૨૪ વર્ષીય વ્‍યક્‍તિ નિપાહ વાયરસથી સંક્રમિત હતા. જ્‍યોર્જે સોમવારે જણાવ્‍યું હતું કે હાલમાં મળત દર્દીના સંપર્ક સૂચિમાં ૧૭૫ લોકો છે, જેમાંથી ૭૪ આરોગ્‍ય કર્મચારીઓ છે. દરેકને આઈસોલેશનમાં રાખવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય વિભાગે ૬૬ ટીમો બનાવી છે અને મળતકના ઘરની ત્રણ કિલોમીટરની ત્રિજ્‍યામાં ફીવર સર્વે શરૂ કરવામાં આવ્‍યો છે. મલપ્‍પુરમના એક છોકરાનું નિપાહ ચેપની સારવાર દરમિયાન ૨૧ જુલાઈના રોજ મળત્‍યુ થયું હતું. આ વર્ષે રાજ્‍યમાં નિપાહ ચેપનો આ પ્રથમ પુષ્ટિ થયેલ કેસ હતો. કોઝિકોડ જિલ્લામાં ૨૦૧૮, ૨૦૨૧ અને ૨૦૨૩ અને એર્નાકુલમ જિલ્લામાં ૨૦૧૯માં નિપાહ ફાટી નીકળ્‍યો હતો.કોઝિકોડ, વાયનાડ, ઇડુક્કી, મલપ્‍પુરમ અને એર્નાકુલમ જિલ્લામાં ચામાચીડિયામાં નિપાહ વાયરસ એન્‍ટિબોડીઝની હાજરી મળી આવી છે.

(4:02 PM IST)