News of Tuesday, 17th September 2024
૧૪૦ કરોડ દેશવાસીઓને સન્માન અપાવતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
૧૫ સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત આપણા નરેન્દ્રભાઈઃ અમેરિકી સરકાર દ્વારા ‘‘લીજન ઓફ મેરીટ'' એવોર્ડ એનાયતઃ નરેન્દ્રભાઈને રશિયા દ્વારા ‘‘ઓર્ડર ઓફ સેઇન્ટ એંડ્રિવસ'' થી કરાયા સન્માનિતઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ‘‘ઓર્ડર ઓફ ઝાયેદ''થી નવાજ્યાઃ વૈશ્વિક ફલક પર શિક્ષણ ક્ષેત્રે ભારતનું ઉચ્ચ પ્રદર્શન

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૭ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નો આજે ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે ત્યારે દેશ ની જનતાએ વિશેષ રૂપે યાદ રાખવું જોઈએ કે નરેન્દ્રભાઈ એ ૧૪૦ કરોડ દેશવાસીઓ ને વિશ્વ ના અનેક દેશ દ્વારા સન્માન અપાવ્યું છે.
વિશ્વ ના અનેક દેશો એ નરેન્દ્રભાઈ નું સર્વોચ્ચ નાગરિક સન્માન થી તો કેટલાક દેશો એ વિવિધ એવોર્ડ થી સન્માનિત કર્યા છે ખરેખર તો એ ભારતીયો નું જ સન્માન કહી શકાય નરેન્દ્રભાઈ ને મળેલ ૧૫ દેશો ના સર્વોચ્ચ નાગરિક સન્માન ની એક ઝલક જોઈએ તો...
સાઉદી અરબ દેશે સૌ પ્રથમ નરેન્દ્રભાઈ ને વર્ષ ૨૦૧૬ માં ‘‘ઓર્ડર ઓફ અબ્દુલઅઝીઝ અલ સાઉદ'' થી સન્માનિત કર્યા , જે એ દેશ દ્વારા બિન મુસ્લિમ વ્યક્તિ ને અપાતો સૌથી મોટો એવોર્ડ છે. એજ વર્ષ માં અફઘાનિસ્તાન દ્વારા મોદી જી એ કરેલ પ્રશંસનીય કામો ને બિરદાવતા એ દેશ ના સર્વોચ્ચ પુરસ્કાર એવા ‘‘સ્ટેટ ઓર્ડર ઓફ ઘાઝી અમાનુલ્લાહ ખાન'' થી નવાજવા માં આવ્યા.
૨૦૧૮ ના વર્ષ માં વૈશ્વિક શાંતિ અને ઇકૉનમીક ડેવેલપમેન્ટ માં કરેલા પ્રયત્નો અને સપોર્ટ માટે ૅસિઓલ પીસ પ્રાઈઝ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા રશિયા કે જે વર્ષો થી ભારત નો મિત્ર અને સ્ટ્રેટેજિક પાર્ટનર રહ્યું છે.પડોસી દેશો માં સંબંધો મજબૂત કરવા માટે ના અથાગ પ્રયત્નો કરવા માટે પિલિસ્ટીન દ્વારા ‘‘ગ્રાન્ડ કોલર ઓફ પિલિસ્ટીન'' કે જે એ દેશ માં વિદેશી વિભૂતિઓ ને અપાતા સૌથી મોટો પુરસ્કાર છે. તો મુસ્લિમ જગત માં સૌથી શક્તિશાળી દેશ એવા યુનાઇટેડ આરબ એમિરેટ્સ ના ભારત રત્ન સમાન અવૉર્ડ ઓર્ડર ઓફ ઝાયેદ આપી જાણે દરેક ભારતીય ને ગૌરવાન્વિત કર્યા.
રશિયા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ ને ઓર્ડર ઓફ સેઇન્ટ એંડ્રિવસ થી ૨૦૧૯ ના વર્ષ માં કર્યા સન્માનિત.૨૦૧૯ ના વર્ષ માં માલ્દિવ્ઝ દ્વારા ઓર્ડર ઓફ ઈશાન ઇઝઝુદ્દીન થી સન્માનિત કરવામાં આવ્યા તો આ જ વર્ષ માં બહરાઈન દ્વારા ગલ્ફ દેશો દ્વારા અપાતા સૌથી મોટા સન્માન સમા કિંગ હમાદ ઓર્ડર ઓફ રેનાઈસન્સ અપાયો જે બતાવે છે એશિયા માં નરેન્દ્રભાઈ નો પ્રભાવ.વિશ્વ ના જમાદાર અને સૌથી શક્તિશાળી દેશો માં ના એક એવા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દ્વારા લીજન ઓફ મેરીટૅ એવોર્ડ આપી બહુમાન કર્યો. નોંધનીય છે કે નરેન્દ્રભાઈ મોદી પેહલા ભારતીય રાજનેતા છે જેને આ સન્માન આપવા માં આવ્યું હોય .
૨૦૨૩ ના વર્ષ માં ફીજી દ્વારા કંપેનિયનૅ એવોર્ડ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદી ને સન્માનિત કરવા માં આવ્યા કે જે એ દેશ નો સર્વોચ્ચ પુરસ્કાર છે તો એ જ વર્ષ માં પપુઆ ન્યુ ગિનિઆ દ્વારે એ રાષ્ટ્ર નો સર્વોચ્ચ પુરસ્કાર ‘‘ધ ગ્રેન્ડ કંપેનિયન'' થી સન્માનિત કરવા માં આવ્યા હતા . તો ૨૦૨૩ ના જ વર્ષ માં ઈજીપ્ત કે જે વિશ્વ ની સૌ થી જૂની સંસ્કળતિઓ માં થી એક છે એમને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ‘‘કોલ્લર'' દ્વારા સન્માનિત કરવા માં આવ્યા હતા. તો જી૭ ના મેમ્બર અને હાલ માં જ ઓલમ્પિક્સ યોજનાર દેશ એવા ફ્રાન્સ એ શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ‘‘ગ્રાન્ડ ક્રોસ'' દ્વારા સન્માનિત કર્યા અને ગ્રીસે પણ ૨૦૨૩ ના વર્ષ માં ‘‘ગ્રાન્ડ ક્રોસ''થી નરેન્દ્રભાઈને નવાજ્યા.
તો ૨૦૨૪ ના વર્ષ માં આપણા પાડોસી એવા ભૂતાને પણ એમના સર્વોચ્ચ એવોર્ડ થી નરેન્દ્રભાઈનું સન્માન કર્યું તો રશિયા એ હાલ માં જ ‘‘ધ ગ્રાન્ડ ક્રોસ વિથ કોલર'' કે જે રશિયાનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે ,એના થી સન્માનિત કર્યા.
ફક્ત દેશોએ જ નહિ પરંતુ વિશ્વ્યાપી સંસ્થાઓ જે સમાજ ની શાંતિ માટે અને પર્યાવરણ ના સંરક્ષણ માટે કામ કરતી હોય છે જેનું મહત્વ ઘણું હોય છે એવી સંસ્થાઓ એ પણ શ્રી નરેન્દ્રભાઈ ની મેહનત,વિઝન અને બદલાવ ની કોશિશો માટે સન્માનિત કર્યા છે .૨૦૧૮ ના વર્ષ માં વિશ્વ માં શાંતિ બની રહે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી ને સિઓલ પીસ પ્રાઈઝૅ થી નવાઝવા માં આવ્યા હતા તો ૨૦૧૮ ની જ સાલ માં યુ એન નું પર્યાવરણ ના સંરક્ષણ માટે અપાતું સૌથી મોટું સન્માન એવા ચેમ્પિયન ઓફ અર્થ થી સન્માનિત કર્યા હતા.અભૂતપૂર્વ મિશન માં થી એક એવા સ્વચ્છ ભારત મિશન માટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ગોલકીપર્સ એવોર્ડૅ એનાયત કરવા માં આવ્યો હતો, આ ઉપરાંત વિશ્વ ને ગ્રીન એનર્જી તરફ વાળવા અને દેશ માં પ્રોત્સાહન આપવા બાદલ કેમ્બ્રિજ એનેર્જી રિસર્ચ અસોસિએટ્સ દ્વારા વર્ષ ૨૦૨૧ માં ગ્લોબલ એનેર્જી એન્ડ એન્વિરોન્મેન્ટ લીડરશીપ એવોર્ડ આપીને સન્માન કર્યું.
વિશ્વ ના આવા શક્તિશાળી દેશો ના સર્વોચ્ચ એવોર્ડ તો મોદી જી ને મળ્યા જ પરંતુ એમના કરતા પણ વધુ મૂલ્યવાન અને પ્રતિષ્ઠિત સમું જે તે દેશો ના સંસદ માં સંસદ ને સંબોધવાનો માન આપ્યું જેમાં અમેરિકા,નેપાળ,અફઘાનિસ્તાન તેમજ ઑસ્ટ્રેલિયા સહિતના દેશો નો સમાવેશ થાય છે.
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
