News of Monday, 16th September 2024
વૈશ્વિક સંકેતને પગલે સોના અને ચાંદીના ભાવમાં એકધારી તેજી
ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,578 ડોલર થયા; ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.78 ડોલર થયો

મુંબઈ :સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1 હજાર વધીને રૂપિયા 75,050 થયા છે. જ્યારે ચાંદીનો ભાવ રૂપિયા 92,000થી વધી રૂપિયા 93,000 થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત આગેકૂચ જોવા મળી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,578 ડોલર થયા છે, જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 30.78 ડોલર થયો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. અમદાવાદ ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 76,800 રહ્યા હતા. જ્યારે સોનું (સ્ટાન્ડર્ડ) 10 ગ્રામનો ભાવ રૂપિયા 76,300 રહ્યો હતો. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 87,000 રહ્યો હતો.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
