<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

નાઇજીરિયામાં બોટ પલટીઃ ૪૧ના મોત

નવી દિલ્હી તા. ૧૬: નાઈજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય ઝમફારામાં શનિવારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા ૪૧ લોકોના મોત થયા છે,  અન્ય ૧૨ લોકોને બચાવકર્મીઓએ બચાવી લીધા હતા.

નાઇજિરીયાના ફેડરલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ગુમ્મી-બુક્ક્યુમ મતવિસ્તારનું ઙ્કતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ધારાશાસ્ત્રી સુલેમાન ગુમ્મીએ રવિવારે જણાવ્યું હતું કે બોટમાં ૫૦ થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે ઝમફારાના ગુમ્મી સ્થાનિક સરકારી વિસ્તારના ગુમ્મી શહેર નજીક નદીમાં બોટ પલટી ગઈ હતી.

સુલેમાન ગુમ્મીએ જણાવ્યું હતું કે મુસાફરો ખેડૂતો હતા જેઓ દરરોજ બોટ દ્વારા નજીકના વિસ્તારમાં તેમના ખેતરોમાં જતા હતા. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક ડાઇવર્સ અને અન્ય કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલ્યા હતા.

૧૨ લોકોને જીવતા

બચાવી લેવામાં આવ્યા

ઓછામાં ઓછા ૧૨ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. ઝમફારા સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના વડા હસન દૌરાએ સ્થાનિક મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા.

(4:06 PM IST)