News of Monday, 16th September 2024
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે
વિધી-૧:- ‘હે દેવી, એ અનુભવ બે શ્વાસોની ભીતર આવવાના પછી અને શ્વાસ પાછો ફરતા પહેલા- શ્રેયસ છે, કલ્યાણ છે'
ભાવાર્થઃ- જયારે તમારો શ્વાસ ભીતર આવે તો એનું નિરિક્ષણ કરો, પછી એના બહાર કે ઉપર તરફ ફરવાના પહેલા એક ક્ષણ માટે કે ક્ષણના હજારમાં ભાગ માટે શ્વાસ બંધ થઇ જાય છે.શ્વાસ ભીતર આવે છે કે ત્યાં એક બિન્દુ છે. તે રોકાઇ જાય છે. પછી શ્વાસ બહાર જાય છે અને જયારે શ્વાસ બહાર જાય છે તો પછી ત્યાં એક ક્ષણ માટે ક્ષણાંશ માટે રોકાઇ જાય છે અને ફરીથી ભીતર જવા પાછો ફરે છે.
શ્વાસના ભીતર અને બહાર ફરવા પહેલા એક ક્ષણ છે જયારે તમે શ્વાસ લેતા હોતા નથી એ ક્ષણમાં ઘટના ઘટવી સંભવ છે કારણ કે ત્યારે તમે શ્વાસ લેતા હોતા નથી. ત્યારે તમે સંસારમાં હોતા નથી. સમજો કે જયારે તમે શ્વાસ લેતા નથી તો તમે મૃત છો, તમે તો છો પણ મૃત છો. પરંતુ એ ક્ષણ એટલી નાની છે કે તમે એને જોઇ શકતા નથી.
તંત્ર માટે દરેક બહિર્ગામી શ્વાસ મૃત્યુ છે અને પત્યેક નવો શ્વાસ પુર્નજન્મ છે. ભીતર આવનારો દરેક શ્વાસ પુનર્જન્મ છે. અને દરેક બહાર જતો શ્વાસ મૃત્યુ છે. બહાર જનારો શ્વાસ મૃત્યું અને ભીતર જનારો શ્વાસ જીવન. એટલા માટે દરેક શ્વાસ સાથે તમે જન્મ લો છો અને મરો છો. બન્ને વચ્ચેનો અંતરાલ બહુ ક્ષણિક છે. પરંતુ તીણી દૃષ્ટિ, શુધ્ધ નિરિક્ષણ અને અવધાનથી એનો અનુભવ કરી શકાય છે. જો તમે એ અંતરાલાલનો અનુભવ કરી શકો તો શિવ કહે છે કે શ્રેયસ પ્રાપ્ત છે ત્યારે બીજી કોઇ વસ્તુની જરૂર નથી. તમે ત્યારે આત્પકામ બની ગયા તમે જાણી લીધું ઘટના ઘટી ગઇ.
પ્રયોગ કરો અને તમે એ બિન્દુઓને પામી જશો. એને જરૂરથી જાણી લેશો તે છે તમારામાં કે તમારી સંરચનામાં કશું જોડવાનું નથી, તે છે જ બધુ જ છે, ફકત તેઓ બોધ નથી કેવી રીતે પ્રયોગ કરશો? પહેલા ભીતર આવતા શ્વાસ પ્રત્યે હોશપૂર્ણ બનો, એને જુઓ બીજુ બધું ભૂલી જાઓ અને ભીતર શ્વાસ પ્રત્યે હોશ પૂર્ણ બનો, એને જુઓ. બીજુ બધું ભૂલી જાઓ અને ભીતર આવનાર શ્વાસને એના યાત્રા પથને જુઓ. જયાર શ્વાસ નસકોરાને સ્પર્શ કરે તો એને અનુભવો. શ્વાસને ગતિ કરવા દો. અને પુરી સજાગતાથી એની સાથે યાત્રા કરો. શ્વાસ સાથે કદમથી કદમ મીલવીને નીચે ઉતરો. ના આગળ જાઓ ના પાછળ પડો. એનો સંગાથ ના છુટે, બરાબર સાથે સાથે ચાલો.
યાદ રાખો, ના આગળ જવાનું છે કે ના છાયાની પાછળ ચાલવાનું છે, સમાંતર ચાલો યુગપત. શ્વાસને અને સજગતાને એક બની જવા દો. શ્વાસ નીચે જતો હોય ત્યારે નીચે જાઓ અને ત્યારે એ બિન્દુને મેળવશો જે બે શ્વાસોની વચમાં છે. આ સહેલુ નથી. શ્વાસ સાથે અંદર જાઓ, શ્વાસ સાથે બહાર જાઓ. જો તમે શ્વાસ પ્રત્યે સજગતાના બોધનો અભ્યાસ કરતા જશો. તો એક દિવસ અજાણ્તા જ તમે અંતરાલને પામી જશો.કારણ કે જેમ જેમ તમારી બોધ તીવ્ર સધન અને ગહન થશે, જેમ જેમ તમારો બોધ સ્પષ્ટ આકાર લેશે જયારે આખો સંસાર ભુલાઇ જશે, ફકત શ્વાસનું આવવું- જવું જ એકમાત્ર બોધ રહી જશે ત્યારે અચાનક તમે એ અંતરાલનો અનુભવ કરશો જેમાં શ્વાસ નથી.૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
- રજનીશના પ્રણામ
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
