<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

રાજસ્‍થાનમાં ભયંકર અકસ્‍માત : જીપ-ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ : ૯ના મોત, ૧૫ને ઈજા

રાજસ્‍થાન : રાજસ્‍થાનના સિરોહી જિલ્લામાં એક જીપ અને ટ્રક સામસામે અથડાયા હતા. આ અકસ્‍માતમાં જીપમાં મુસાફરી કરી રહેલા ૯ લોકોના મોત થયા છે, જ્‍યારે ૧૫ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યા છે, જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને ઉદયપુરની હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવ્‍યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મજૂરોને લઈ જઈ રહેલી જીપ રોંગ સાઈડથી ગઈ હતી અને સામેથી આવતી ટ્રકને ટક્કર મારી હતી. આ તમામ લોકો પાલી જિલ્લામાં મજૂર તરીકે કામ કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્‍માત થયો હતો.

 વાસ્‍તવમાં, સમગ્ર ઘટના પિંપવાડા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના કંટાલ પાસે બની હતી. અહીં એક ટ્રક અને જીપ વચ્‍ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્‍માતમાં અત્‍યાર સુધીમાં ૯ લોકોના મોત થયા છે, જ્‍યારે ૧૫ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

(11:52 AM IST)