News of Monday, 16th September 2024
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આતંકી હુમલાની દહેશત : હજારો સૈનિકો તૈનાત
ખીણમાં ઠેર-ઠેર અથડામણોઃ સર્ચ ઓપરેશન ચાલુઃ ચૂંટણીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે

જમ્મુ તા. ૧૬ : કાશ્મીરમાં ચૂંટણીમાં આતંકીઓ હુમલો કરે તેવી શકયતાના પગલે હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ઠેર-ઠેર તૈનાત કરવામાં આવ્યા છે. ઠેર-ઠેર સર્ચ અભિયાન ચાલુ છે.
ડોડાોે અને કિસ્તવાડ જેવા જિલ્લાઓમાં પાંચથી છ હજાર મુકાવમાં આવ્યા છે. ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવીર હી છે. એલઓસી પર પણ સુરક્ષાદળો દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે.
નામ આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ કાશ્મીરી પંડીતો, ભાજપના કાર્યકરો, પ્રવાસીઓ (જેમાં સૌથી વધુ બિહાર અને યુ.પી.ના ને નિશાન બનાવી શકે છે એટલે ભયનો માહોલ રહે. આ લોકોનો ઇરાદો ચૂંટણીમાં વિક્ષપ પાડવાનો છે.
સીમા રેખાને અડીને આવેલા ડોડા અને કિશ્તવાડ જેવા વિસ્તારોમાં વધારાના પાંચ થી છ હજાર સૈનિકો રાખવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં પણ ડ્રોનનો ઉપયોગ વધુમાં વધુ કરવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બર, રપ સપ્ટેમ્બર અને ૧ ઓકટોબર-૮ ઓકટોબરના મત ગણતરી થશે.
એક રીપોર્ટ અનુસાર ઉધમપુર જિલ્લામાં કઠુઆ-બસંતગઢ (એઇએમ) ચૂંટણીમાં બે આંતકીને ઢેર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત શનિવારે ઉતરી કશ્મીર કે બારામુલ્લા જીલે કેપ્ટન ઇલાકે સુરક્ષાદળોની સાથે રાત્રીમાં ચાલેલ મુઠભેડમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
