<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

GST કરચોરીઃ ૭૦,૯૮૫ કરોડ સાથે મુંબઈ મોખરે

GSTની કરચોરી નાણાકીય વર્ષ ૨૦૨૩-'૨૪માં બમણી થઈ

નાણાકીય વર્ષ ૨૦૨૩-'૨૪ ૨.૦૧ લાખ કરોડ રૂપિયાની ગુડ્‍સ અઙ્ઘન્‍ડ સર્વિસિસ ટેક્‍સ (GST)ની કરચોરી શોધી કાઢવામાં આવી છે અને અગાઉના નાણાકીય વર્ષમાં ૧.૦૧ લાખ કરોડ રૂપિયાની કરચોરી કરતાં એ બમણી છે. ડિરેક્‍ટરેટ જનરલ ઓફ GST ઇન્‍ટેલિજન્‍સ (DGGI) દ્વારા શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી.

GST કરચોરીના આ કેસમાં ૭૦,૯૮૫ કરોડ રૂપિયાની કરચોરીની રકમ સાથે મુંબઈ પહેલા ક્રમાંકે છે. ત્‍યાર બાદ ૧૮,૩૧૩ કરોડ સાથે દિલ્‍હી બીજા ક્રમાંકે, ૧૭,૩૨૮ કરોડ સાથે પુણે ત્રીજા ક્રમાંકે, ૧૫,૫૦૨ કરોડ સાથે ગુરુગ્રામ ચોથા ક્રમાંકે અને ૧૧,૦૮૧ કરોડ રૂપિયા સાથે હૈદરાબાદ પાંચમા ક્રમાંકે છે.

રિયલ મની ઓનલાઇન ગેમિંગ, બેન્‍કિંગ, ફાઇનેન્‍શિયલ અને

ઇન્‍શ્‍યોરન્‍સ સેક્‍ટરમાં કરચોરીના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુડ્‍સ ક્ષેત્રે લોખંડ, કોપર, સ્‍ક્રેપ અને એલોય, પાનમસાલા, તમાકુ, સિગારેટ અને બિડી સેક્‍ટરમાં કરચોરીનું પ્રમાણ વધારે છે.

(5:00 PM IST)