તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 16th September 2024
નાઈઝેરિયામાં મોટી દુર્ઘટના; હોડી ઉંધી વળી 41 લોકોના મોત: 12 અન્ય લોકોને બચાવાયા
નૌકામાં ઓછામાં ઓછા 50 લોકો સવાર હતા. નૌકા જમ્ફારાના ગુમ્મી વિસ્તાર નજીક ઉંધી વળી ગઈ

નાઈઝેરિયાના ઉત્તર-પશ્ચિમી રાજ્ય જામફારામાં શનિવારે એક હોડી ઉંધી વળી જતા ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. જ્યારે 12 અન્ય લોકોને બચાવવામાં આવ્યા છે.
નાઈઝેરિયાના સંઘીય પ્રતિનિધિ સભામાં ગુમ્મી-બુક્કુયુમ વિસ્તારના પ્રતિનિધિ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે નૌકામાં ઓછામાં ઓછા 50 લોકો સવાર હતા. નૌકા જમ્ફારાના ગુમ્મી વિસ્તાર નજીક ઉંધી વળી ગઈ હતી.
યાત્રીઓ ખેડૂતો હતા અને દરરોજની માફક હોડીમાં નજીકમાં આવેલા તેમના ખેતરોમાં જતા હતા. સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 12 લોકોને બચાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો.
પશ્ચિમ આફ્રિકાના દેશમાં બોટ પલટી જવાના અકસ્માતો અવારનવાર બનતા રહે છે. ઓવરલોડિંગ, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અને ઓપરેશનલ ભૂલો જેવા પરિબળો સામાન્ય રીતે આ ઘટનાઓ માટે જવાબદાર છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
