News of Sunday, 15th September 2024
દેશનું ઝડપભેર વધતું વિદેશી હૂંડિયામણ ભંડોળ :700 અબજ ડોલરના આંકડાને પાર કરી શકે
વિદેશી હૂંડિયામણ ભંડોળ 5.2 અબજ ડોલર વધી અત્યાર સુધીની સૌથી વધુ 689.24 અબજ ડોલર થઈ ગયું

નવી દિલ્હી :વૈશ્વિક અફરા-તફરી વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ ઝડપભેર વધી રહ્યું છે અને ટૂંક સમયમાં તે 700 અબજ ડોલરના આંકડાને પાર કરી શકે છે.
ગ્લોબલ ઈન્વેસ્ટ કંપની જેફરીઝના અહેવાલ પ્રમાણે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડોળ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયું છે અને નાણાકીય વર્ષ 2024-25 અગાઉ જ 700 અબજ ડોલરના આંકડાને પાર કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 6 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 5.2 અબજ ડોલર વધી અત્યાર સુધીની સૌથી વધુ 689.24 અબજ ડોલર થઈ ગયું છે.
દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ વધવા પાછળનું કારણ ભારતમાં વિદેશી રોકાણકારો તરફથી સતત રોકાણ કરવામાં આવી રહ્યું છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPI) તરફથી ગયા સપ્તતાહમાં રૂપિયા 16,800 કરોડની ખરીદી કરવામાં આવી હતી.
FPIએ આ મહિનાની શરૂઆતથી લઈ 13 સપ્ટેમ્બર સુધીમાં રૂપિયા 27,856 કરોડની ખરીદી કરી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીન લીધે વ્યાજ દરોમાં વધારો થતો જોવા મળ્યો છે, જોકે હવે વિશ્વમાં મોંઘવારી પર કંઈક હસ્તક અંકૂશ આવ્યો છે. આ સંજોગોમાં આગામી સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો જોવા મળી શકે છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
