<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

ખેડૂતોના હિતમા કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઇલ અને આયાતી ખાદ્યતેલો ઉપર 20 % ડ્યુટી વધારી: તેલના ભાવ ભડકે બળશે

(વિજય વસાણી અકીલા) ભારતમાં તેલીબીયાનું ઉત્પાદન કરતા ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ ન મળતા હોય ખેડૂતોને તેલીબિયાના વાવેતર તરફ વાળવા માટે કેન્દ્ર સરકારે અત્યારે ક્રૂડ ઓઇલ અને આયાતી ખાદ્ય તેલ ઉપર 20 % ડયુટી વધારી છે.

ઉલ્લેખની છે કે છેલ્લા થોડા દિવસોથી તેલના ભાવ વધી રહ્યા છે ત્યારે ડ્યુટી આવતા તેલના ભાવમાં વધારો થશે હાલ દેશમાં ઉત્પાદન થાય છે એનાથી વધુ ખાદ્યતેલ  વિદેશથી આયાત થાય છે ત્યારે વિદેશી હુંડિયામણ બચાવવા અને ખેડુતોને પુરતા ભાવ મળે એ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

 

(11:48 PM IST)