News of Friday, 13th September 2024
ઘરે પહોંચતા સીએમ કેજરીવાલનું સ્વાગત કરાયું : માતાએ આરતી કરી:પિતાના આશીર્વાદ પણ લીધા
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા: ઘરે પહોંચીને તેણે માતા-પિતાના આશીર્વાદ લીધા.

નવી દિલ્હી :તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા, ત્યારબાદ સીએમ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા
જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમની માતાએ મુખ્યમંત્રી કેજરીવાલની આરતી ઉતારી હતી. આ સિવાય સીએમ કેજરીવાલે પિતાના આશીર્વાદ લીધા હતા.
આ તસવીરો શેર કરતી વખતે, આમ આદમી પાર્ટીએ તેના X હેન્ડલ પર લખ્યું, "તાનાશાહની જેલના સળિયા ઓગાળીને. તેમના નિવાસસ્થાને પહોંચીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના માતા-પિતાના આશીર્વાદ લીધા હતા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 177 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમને જામીન આપ્યા હતા.
જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે વરસાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
