તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો પ્લાન
પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારોઃવિશેષ ભાગોમાં વરસાદને કન્ટ્રોલ કરવા માટે IMD આગામી પાંચ વર્ષમાં હવામાન GPT લાવશે

નવી દિલ્હી, તા.૧૩
ભારતમાં દર ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે, જ્યારે ઉનાળા દરમિયાન કેટલાક સ્થળોએ દુષ્કાળની પણ સમસ્યા ઊભી થાય છે, ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય વિજ્ઞાનીઓએ મોટી યોજના બનાવી છે.
ભારતીય હવામાન વિભાગે (IMD) વરસાદને કન્ટ્રોલ કરવા માટે એક પ્રોજેક્ટ પર કામગીરી શરુ કરી છે. વિશેષ ભાગોમાં વરસાદને કન્ટ્રોલ કરવા માટે IMD આગામી પાંચ વર્ષમાં હવામાન GPT લાવશે. ઉદાહરણ તરીકે, જો ૧૫મી ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો કાર્યક્રમ હોય અને આ સમયે વરસાદ પડે તો તેને આ ટેકનીકથી મદદથી વિજ્ઞાનીઓ વરસાદને રોકવામાં સક્ષમ બનશે. આ ઉપરાંત જો કોઈ ભાગમાં પૂરની સ્થિતિ વખતે વરસાદને પણ કન્ટ્રોલ કરી શકાશે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય(MOES)ના સચિવ એમ. રવિચંદ્રને કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં શહેરોમાં પૂર દરમિયાન વરસાદ અને અતિવૃષ્ટિને અટકાવી શકીશું. અમે પહેલા કૃત્રિમ વરસાદ રોકવા અને વધારવા પર પ્રયોગ કરીશું. લેબ સિમ્યુલેશન (ક્લાઉડ ચેમ્બર) આગામી ૧૮ મહિનામાં હાથ ધરાશે, પરંતુ અમે ચોક્કસપણે પાંચ વર્ષમાં કૃત્રિમ વાતાવરણમાં ફેરફાર કરવામાં સક્ષમ બની જઈશું. આ માટે કેબિનેટથી મંજૂરી પણ મળી ગઈ છે.
આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની આબોહવાને સ્માર્ટ બનાવવાનો અને હવામાનને તૈયાર કરવાનો છે, જેથી વાદળ ફાટવા સહિતની કોઈ પણ ખતરનાક હવામાનની ઘટના ન બને. આ મિશન હેઠળ ૈંસ્ડ્ઢ અને સ્ર્ંઈજીની અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ ઝ્રરટ્ઠં ય્ઁ્ જેવી ઍપ્લિકેશન 'મૌસમ GPT’ વિકસાવશે અને લોન્ચ કરશે.
અમેરિકા, કેનેડા, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં વિમાન અથવા ડ્રોનની મદદથી વરસાદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખૂબ જ નીચા સ્તરે થાય છે.
વરસાદને ક્લાઉડ સીડિંગ દ્વારા અટકાવી અથવા વધારવામાં આવે છે. કેટલાક દેશો ફળ અને અનાજના ખેતરોને નુકસાનમાંથી બચાવવા માટે અતિવૃષ્ટી ઘટાડવાના ઉદ્દેશ્યથી ઓવરસીડિંગ નામના ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
