તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
'મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે...' તિહાર જેલમાંથી મુક્ત થયા કેજરીવાલ:સીએમ આવાસ સુધી રોડ શો : જુઓ વિડિયો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાંથી મુક્ત કરાયા :જેલની બહાર અને સીએમ આવાસની બહાર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકઠા થયા

#WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal released from Tihar Jail
— ANI (@ANI) September 13, 2024
The Supreme Court granted him bail in the Delhi excise policy case today pic.twitter.com/xacY3zo9fO
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરતી જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે સાંજે તિહાર જેલની બેરેક નંબર 3માંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ જેલની બહાર અરવિંદ કેજરીવાલનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ તિહાર જેલ પહોંચ્યા અને કેજરીવાલનું સ્વાગત કર્યું હતું
અરવિંદ કેજરીવાલની મુક્તિ પહેલા શુક્રવારે ઉજવણી કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો તિહાર જેલની બહાર ભેગા થયા હતા. અહીં કાર્યકરો કેજરીવાલના સમર્થનમાં અને બીજેપી વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો નાચ-ગાન કરીને ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત AAP કાર્યકર્તાઓએ કેજરીવાલના ઘરની બહાર પણ ફટાકડા ફોડ્યા હતા.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના થોડા કલાકો બાદ જ પંજાબના સીએમ ભગવંત માન શુક્રવારે રાજધાની દિલ્હી પહોંચ્યા હતા. સીએમ માન આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મળ્યા છે.
એક્સાઇઝ પોલિસી કેસમાં 21 માર્ચે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તેમને 10 મેના રોજ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને 2 જૂને તેમણે આત્મસમર્પણ કર્યું ત્યારથી તેઓ જેલમાં છે
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપતાં કહ્યું કે તેઓ તેમની ઓફિસ કે દિલ્હી સચિવાલય જઈ શકે નહીં. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી કોઈપણ સત્તાવાર ફાઇલ પર સહી કરી શકાતી નથી.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
