તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
જમ્મુ-કાશ્મીરમાંથી શંકાસ્પદ વ્યકિતની ધરપકડઃ હેન્ડગ્રેનેડ- વિસ્ફોટક મળ્યા

જમ્મુ તા.૧૩: ગઇકાલે સાંજે જમ્મુ-કાશ્મીરના પુંછ જીલ્લાના પોથા બાઇપાસ ઉપર પોલીસ, સેના અને સીઆરપીએફની સયુંકત નાકાબંધી દરમ્યાન તપાસ કરતા સુરક્ષાકર્મીઓએ એક વ્યકિતને શંકાસ્પદ રીતે પોથા તરફ આવતા જોયેલ. તેણે ભાગવાની કોશીશ કરતા સુરક્ષાકર્મીઓએ તેને પકડયો હતો.
તપાસ કરતા તેની બેગમાંથી ત્રણ એચઇ-૩૬ હેન્ડ ગ્રેનેડ, વિસ્ફોટક અને અન્ય આપતિજનક સામગ્રી મળી આવી હતી. તેની ઓળખ મોહમ્મદ શબીરના રૂપે થયેલ. જે પીઓકેના હેન્ડલર અઝીમખાન સાથે સંપર્કમાં હતો
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
