News of Friday, 13th September 2024
રાજકોટ મ્યુ.કોર્પો.નું સોગંદનામુ સ્વીકારવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર
ભુલ નથી એવું સોગંદનામુ શા માટે ? અગ્નિકાંડ મુદે મ્યુ.કોર્પો - કમિશનરનો ઉધડો લેતી હાઇકોર્ટ : કોર્પોરેશનને સોગંદનામુ પાછુ ખેંચવા ફરજ પડી : વધુ સુનાવણી ૭ સપ્ટેમ્બરે : ફરજમાં બેદરકારી થઇ છે તો સ્વીકાર કરી અને શુધ્ધ હૃદયથી માફી માંગવાના બદલે પોતાની કોઇ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામુ જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજોઃ હાઇકોર્ટની ટકોર

નવી દિલ્હી, તા.૧૩: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો બરોબરનો ઉધડો લીધો હતો. કોર્ટે સવાલ કર્યો કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ કરાઈ નથી ? ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ હોવા છતાં પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ? રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. આ ઘટનામાં માસૂમ બાળકો સહિત ૨૭ નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે રાજકોટ કોર્પોરેશન (RMC) અને કમિશનરનો બરોબરનો ઉધડો લીધો હતો. કોર્ટે પૂછયું કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ?
હાઈકોર્ટે સવાલ કર્યો કે, ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ બાદ પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ? ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી અને શુદ્ધ હૃદયથી માફી માંગવાનાં બદલે પોતાની કોઈ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામું કરવું. જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજો. આ સાથે કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો હતો. આથી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોગંદનામું પરત ખેંચવા ફરજ પડી હતી. કોર્ટનાં હુકમનાં હેઠળ લીધેલ પગલાં અને અગ્નિકાંડમાં મળત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર બાબતનાં પગલાંઓ માટે થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ હવે નવેસરથી સોગંદનામા પર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી ૨૭ સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
