તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
બધા માટે પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર હશે, પણ અમારા માટે પીએમ એટલે પરમ મિત્ર
પેરાલિમ્પિકસમાં જબરદસ્ત પર્ફોમન્સ કરનાર દિવ્યાંગ ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત ૪ ફુટ ૪ ઇંચના દિવ્યાંગ જવેલીન થ્રોઅર ગોલ્ડ મેડાલીસ્ટર નવદીપસિંહની કેપ પહેરાવવાની ઇચ્છાને માન આપી નરેન્દ્રભાઇ મોદી જમીન ઉપર બેસી ગયા પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝડીયાએ કહ્યું કે લોસ એન્જલસ ૨૦૨૮ ગેમ્સમાં આપણી ટીમ ૪૦ થી ૫૦ મેડલ જીતશે

નવી દિલ્હી,તા.૧૩: પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર ૮૪ દિવ્યાંગ ખેલાડીઓ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતાના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ મેડલિસ્ટ સાથે ભાગ લેનાર તમામ દિવ્યાંગ ખેલાડીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરીને તેમને અભિનંદન આપ્યાં અને પ્રોત્સાહિત કર્યા હતા. એ દરમ્યાન તીરંદાજ હરવિન્દર સિંહે વડા પ્રધાનને પોતાનું તીર ગિફટ કર્યું હતું. આર્મલેસ તીરંદાજ શીતલદેવીએ પોતાના પગથી સાઇન કરેલી જર્સી વડા પ્રધાનને આપી હતી.
૨૯ મેડલ જીતનાર દિવ્યાંગ ટીમમાંથી જેવલિન થ્રોઅર નવદીપ સિંહ સાથેની વડા પ્રધાનની મુલાકાત વાઇરલ થઈ હતી. ચાર ફુટ ચાર ઇંચનો આ ગોલ્ડ મેડલિસ્ટ પોતાના હાથે વડા પ્રધાનને કેપ પહેરાવવા માગતો હતો અને તેની ઇચ્છા પૂરી કરવા ૧૪૦ કરોડ ભારતીયોના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી જમીન પર બેસી ગયા હતા એથી ૨૩ વર્ષનો આ ખેલાડી સહેલાઈથી વડા પ્રધાનને કેપ પહેરાવી શક્યો. તે ડાબા હાથથી જેવલિન થ્રો કરતો હોય છે, તેણે પોતાના એ જ થ્રોઇંગ આર્મ પર વડા પ્રધાનના ઓટોગ્રાફ લીધા હતા. આ મીટિંગ દરમ્યાન દિવ્યાંગ ખેલાડીઓએ કહ્યું હતું કે ‘બધા માટે PM એટલે પ્રાઇમ મિનિસ્ટર હશે, પણ અમારા માટે PM એટલે પરમ મિત્ર.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
