તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
ક્રૂડ 3 વર્ષના સૌથી નીચલાસ્તરે :ક્યારે ઘટશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ? લોકોના મનમાં ઉઠતા સવાલ
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો અને વિન્ડફોલ ટેક્સમાં સંભવિત કાપને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે આવી શકે

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. પરંતુ હવે એવા સંકેત દેખાઈ રહ્યા છે જેના પરથી કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવી શકે છે. વાસ્તવમાં, કાચા તેલની કિંમતો ઘણા સમયથી ખૂબ જ નીચા વલણમાં છે. ક્રૂડ ઓઈલ પણ ત્રણ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. જો તેના ભાવ લાંબા સમય સુધી નીચા રહે તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઓઇલના ભાવ ઘટાડી શકે છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ પંકજ જૈનના જણાવ્યા અનુસાર, કાચા તેલની કિંમતો લાંબા સમયથી નીચા સ્તરે છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે લાંબા સમયથી ક્રૂડ ઓઈલની નીચી કિંમતને કારણે ઓઈલ કંપનીઓના નફામાં વધારો થયો છે. આવી સ્થિતિમાં, આશા છે કે હરિયાણામાં ચૂંટણી પહેલા આ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ સિવાય કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પરથી વિન્ડફોલ ટેક્સ સંપૂર્ણપણે હટાવવાની તૈયારી કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી હદ સુધી ઘટી જશે. આ અંગે પેટ્રોલિયમ સચિવ પંકજ જૈને નાણા મંત્રાલય સાથે બેઠક પણ કરી છે. તેમણે કહ્યું કે વિન્ડફોલ ટેક્સ ઘટાડવાથી ઈંધણના ભાવમાં સીધો ઘટાડો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિન્ડફોલ ટેક્સ અંગેનો નિર્ણય કાચા તેલની કિંમતના આધારે દર 15 દિવસે લેવામાં આવે છે. ભારતમાં વિન્ડફોલ ટેક્સ 1 જુલાઈ 2022થી લાગુ કરવામાં આવ્યો હતો. સરકાર આ ટેક્સ ઓઈલ કંપનીઓ પર લાદે છે. બાદમાં ઓઈલ કંપનીઓ દરેક લીટર ઈંધણ પર આ ટેક્સ લાદીને સામાન્ય લોકો પાસેથી વસૂલ કરે છે.
લોકસભા ચૂંટણી પહેલા 14 માર્ચ 2024ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સરકારના આદેશ બાદ પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારપછી ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
