તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
પંજાબમાં NIAના ઠેર ઠેર દરોડા:કેનેડામાં ભારતીય હાઈ કમિશન પરના હુમલાના સંદર્ભમાં કાર્યવાહી
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA)એ પંજાબના મોગા, અમૃતસર, ગુરદાસપુર, જલંધરમાં દરોડા પાડ્યા :કેનેડામાં ઓટાવામાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાન સમર્થકોના હુમલાના સંદર્ભમાં આ દરોડા

નવી દિલ્હી :રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) એ શુક્રવારે પંજાબના ઘણા ભાગોમાં દરોડા પાડ્યા હતા. પંજાબના મોગા, અમૃતસર, ગુરદાસપુર, જલંધરમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. કેનેડાના ઓટાવામાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. NIAએ ગયા વર્ષે જૂનમાં આ મામલે કેસ નોંધ્યો હતો. પંજાબના ખંડુર સાહિબથી અપક્ષ સાંસદ અમૃત પાલ સિંહના સાળા અમર જોત સિંહ આ કેસમાં આરોપી છે.
NIAએ એફઆઈઆરમાં લખ્યું છે કે માર્ચ 2023માં ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના ઓટાવામાં ભારતીય હાઈ કમિશનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભારત વિરોધી નારા લગાવવા, કમિશનની દિવાલ પર ખાલિસ્તાની ઝંડા લગાવવા અને હેન્ડ ગ્રેનેડ ફેંકવાનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ઓટાવામાં હાઈ કમિશન પર થયેલા હુમલા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. મામલો એટલો વધી ગયો હતો કે ભારતે સુરક્ષાનું કારણ આપીને કેનેડામાંથી પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા, જેના જવાબમાં કેનેડાએ પણ પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા. થોડા સમય પછી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યા પછી આ વિરોધ ફાટી નીકળ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારત પર ખાલિસ્તાન તરફી નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને કેનેડા, બ્રિટન અને યુએસના દૂતાવાસો સહિત વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
