તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th September 2024
અમેરિકા - ચીન પાછળ રહી જશે ... ૨૦૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ટનાટન દોડશે
વિશ્વની મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓ ધીમી પડી રહી છે, પરંતુ ભારત સતત આગળ વધી રહ્યું છે : ૨૦૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ૭ ટકાના દરે વળદ્ધિ પામશે. ભારતીય અર્થવ્યવસ્થા મોટાભાગના મોરચે ઘણું સારું પ્રદર્શન કરી રહી છેઃ આર્થિક અને રાજકીય સ્થિરતાને કારણે રોકાણનું વાતાવરણ સુધરી રહ્યું છે : શેરબજાર રેકોર્ડ હાઈ પર છે : રાજકોષીય ખાધ પણ સતત ઘટી રહી છે, આ તમામ સકારાત્મક પાસાઓની અસર ભારતની જીડીપી વળદ્ધિ પર પણ દેખાઈ રહી છે

નવી દિલ્હી, તા.૧૩: ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ૨૦૩૦ સુધીમાં ભારત જર્મની અને જાપાનને છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે. તે સમયે ફક્ત ચીન અને અમેરિકા જ આપણાથી આગળ હશે. આનો સાક્ષી આપણી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. વિશ્વની મોટાભાગની મોટી અર્થવ્યવસ્થાઓની ગતિ ધીમી પડી રહી છે, પરંતુ ભારત તેની સંપૂર્ણ તાકાત સાથે આગળ વધી રહ્યું છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અપડેટ - જુલાઈ ૨૦૨૪ અનુસાર, વર્ષ ૨૦૨૪માં નજીવી જીડીપીના આધારે ભારત સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં પ્રથમ ક્રમે છે. આ મામલે તેણે અમેરિકા અને ચીન જેવા દેશોને પાછળ છોડી દીધા છે. ચાલો જાણીએ કે વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાની યાદીમાં કયા દેશોનો સમાવેશ થાય છે.
છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં ભારતે ઉત્તમ GDP વળદ્ધિ નોંધાવી છે. તેણે વિશ્વની ઘણી પ્રતિષ્ઠિત રેટિંગ એજન્સીઓની અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. IMFના અંદાજ મુજબ ભારતની અર્થવ્યવસ્થા ૨૦૨૪માં ૭ ટકા અને ૨૦૨૫માં ૬.૫ ટકાના દરે વળદ્ધિ પામશે. જીડીપીની દ્રષ્ટિએ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી વર્ષોમાં તે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બની શકે છે.
ચીન રિયલ એસ્ટેટ કટોકટી અને વળદ્ધોની વધતી વસ્તી જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમ છતાં, તેનો જીડીપી વળદ્ધિ દર વર્ષ ૨૦૨૪માં ૫ ટકા રહેશે. તે જ સમયે, ૨૦૨૫ માં આ આંકડો ૪.૫ ટકા હશે. તે ૨૦૨૪માં ભારત પછી બીજી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. ચીન હાલમાં અમેરિકા પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેની ઝડપને કારણે અમેરિકાનું ટેન્શન પણ વધશે.
જીડીપી ગ્રોથના મામલામાં ઈન્ડોનેશિયા પણ પાછળ રહેવાનું નથી. IMF ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪માં ઈન્ડોનેશિયાનો GDP ગ્રોથ ૫ ટકા રહેશે. આગામી વર્ષે તેમાં વધુ વધારો થવાની ધારણા છે અને તે ૫.૧ ટકા સુધી પહોંચી શકે છે. ઈન્ડોનેશિયા હાલમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં ૧૬મા ક્રમે છે. જો કે, તેની ઝડપ દર્શાવે છે કે ભારતની જેમ તે પણ આ યાદીમાં મોટી છલાંગ લગાવી શકે છે.
તુર્કીની અર્થવ્યવસ્થા પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, ૨૦૨૪માં તુર્કીનો જીડીપી ૩.૬ ટકાના દરે વધશે. જો કે, ૨૦૨૫માં તેની ગતિ થોડી ઓછી થઈ જશે અને વિકાસ દર ઘટીને ૨.૭ ટકા થઈ શકે છે. હાલમાં તુર્કી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની યાદીમાં ૧૮મા નંબરે છે.
આ વર્ષે સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં રશિયા પાંચમા સ્થાને છે. IMF અનુસાર, ૨૦૨૪માં રશિયાની GDP વળદ્ધિ ૩.૨ ટકા રહેવાનો અંદાજ છે. આ વળદ્ધિ એ સ્થિતિમાં રહેશે જ્યારે અમેરિકાના નેતળત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જોકે, IMFનું અનુમાન છે કે ૨૦૨૫માં રશિયાના GDP ગ્રોથમાં મોટો ઘટાડો થશે અને તે ૧.૫ ટકા રહેશે. નજીવી જીડીપીની દ્રષ્ટિએ રશિયા હાલમાં વિશ્વની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
