<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

બોગસ બિલિંગ અટકાવવા હવે ભંગાર પર RCM

ભંગાર વેચનારના બદલે હવે ખરીદનારે જીએસટીની ચુકવણી કરવાનો નિર્ણય જીએસટી કાઉન્‍સિલમાં લેવાયો : આરસીએમ પેટે ભંગારની ખરીદી કરનાર વેપારીએ ૧૮ ટકા રકમ ટેક્‍સ પેટે જમા કરાવવાનો નિયમ બનાવાયો

નવી દિલ્‍હી,તા.૧૩: બોગસ બિલિંગમાં ભંગારના ખરીદ વેચાણ પર જ સૌથી વધુ બોગસ બિલિંગના કેસ બહાર આવ્‍યા છે. તેના કારણે જીએસટી કાઉન્‍સિલની મળેલી બેઠકમાં ભંગાર વેચનારે હવે જીએસટી ભરપાઈ કરવાના બદલે તેની ખરીદી કરનારે આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ)ની ચુકવણી કરવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જોકે તેની જાહેરાત જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવી તો છે. પરંતુ તેનો સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યા બાદ જ તેને લાગુ કરવામાં આવશે.

જીએસટી લાગુ થયા બાદ અત્‍યાર સુધીમાં સૌથી વધુ બોગસ બિલિંગના કેસ ભંગારના વેપાર સાથે સંકળાયેલાઓને ત્‍યાંથી મળી આવ્‍યા છે, કારણ કે તેના પર ૧૮ ટકા જીએસટી હોવાના લીધે બોગસ બિલિંગમાં સંડોવાયેલા કાગળ પર જ વેપાર બતાવીને ખોટી રીતે આઇટીસી લેતા હોય છે. તેના લીધે સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. જયારે આ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા અનેક પગલાં હોવા છતાં આજદિન બિલિંગના કેસનું દૂષણ અટકાવી શક્‍યા નથી. તેના લીધે કરવામાં આવ્‍યો છે. વેચાણ કરનાર કરીને તેની ક્રેડિટ કારણોસર કાગળ પર સરકાર પાસેથી લેવામાં આવતી ખોટી રીતે આઈટીસી કરીને ભંગારનું વેચાણ કર્યુ હોય અને તેની વેપારીએ કરી જીએસટી ભરવાનો ભંગારની ખરીદી જીએસટી ભરપાઈ ભરવામાં આવ્‍યા સુધી બોગસ નવો નિયમ લાગુ પહેલા ભંગારનું જીએસટી ભરપાઈ લેતો હતો. આ જ વેપાર બતાવીને હતી. તેમાં સુધારો જે પણ વ્‍યક્‍તિએ ૧ વ્‍યક્‍તિએ ખરીદી જે પણ હોય તે વેપારીએ રહેશે. જેથી કરનાર વેપારી કરે તેવા કિસ્‍સામાં રહ્યું છે.

બોગસ બિલિંગ થવાની શક્‍યતા ઘટી જવાની શક્‍યતા રહેલી છે, કારણ કે કાગળ પર થતો વેપલો આને કારણે બંધ થવાની પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી.

જીએસટી કાઉન્‍સિલની મીટિંગમાં અનેક વાર બોગસ બિલિંગ પર નિયંત્રણ માટે જીએસટીના કાયદાઓમાં સંશોધન કરવામાં આવ્‍યા છે પરંતુ ચીટર વેપારીઓ નવી-નવી યુક્‍તિ અજમાવે છે. ડિપાર્ટમેન્‍ટ એક રસ્‍તો બંધ કરે છે અને ચીટર વેપારીઓ નવી યુક્‍તિ શોધી કાઢે છે. જોકે અત્‍યાર સુધીની તપાસમાં સ્‍ક્રેપના નામે મોટાભાગના બોગસ બિલિંગના કૌભાડો સામે આવ્‍યા છે. જેને ધ્‍યાને રાખી જીએસટી કાઉન્‍સિલની મીટિંગમાં સ્‍ક્રેપના વેપારીઓ માટે નવા ધારા-ધોરણ બનાવવામાં આવ્‍યા છે. તેની અસર સુરત અને ભાવનગરમાં વધારે જોવા મળશે તેવુ માનવામાં આવી રહ્યા છે. (૨૨.૭)

બે ટકા ટીડીએસ કાપીને ચુકવણી કરવાની રહેશે

વેપારીએ ભંગારની ખરીદી કર્યા બાદ જયારે સામેવાળા વેપારીને તેની ચુકવણી કરવાની હોય ત્‍યારે તેમાંથી પણ બે ટકાની કપાત કરીને જ રકમ ચુકવવાની રહેશે. ત્‍યારબાદ તે રકમ ક્રેડિટ સ્‍વરૂપે વેપારી રિટર્ન ફાઇલ કરીને પરત લઇ શકશે. તેના લીધે સરકાર પાસે સીધા ૨૦ ટકા ટેક્‍સ પેટે આવવાના છે. જોકે સરકારને આવક થાય તેના કરતા બોગસ બિલિંગના દૂષણને અટકાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્‍યા છે. ટીડીએસ કાપવાથી જે વેપારીનું ટીડીએસ કપાત કરવામાં આવ્‍યુ છે તે ડિપાર્મટેન્‍ટની પહોંચમાં આવી જશે તેવી ગણતરીથી આ સંશોધન કરવામાં આવ્‍યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

RCMની ચુકવણી રોકડમાં કરવાનો નિયમ અમલી

આરસીએમની જે ચુકવણી કરવાની છે તે પણ વેપારી પાસે જમા ક્રેડિટના બદલે રોકડમાં કરવાની રહેશે. વેપારી પાસે જીએસટી ઇલેક્‍ટ્રોનિક લેઝરમાં ક્રેડિટ પેટે રકમ જમા હશે તો પણ તેનો વપરાશ આરસીએમની ચુકવણી માટે કરી શકશે નહીં. જયારે જે પણ રકમની ચુકવણી કરવાની રહેશે તેને રોકડમાં કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હોવાના લીધે માલની ખરીદી કરી છે કે નહીં તેની પણ વિગતો વિભાગને મળી રહેશે.

(9:58 AM IST)