News of Thursday, 12th September 2024
જાતીય સતામણીના કેસનો ઝડપી નિકાલ લાવવામાં મહારાષ્ટ્ર ટોચે : પશ્ચિમ બંગાળ તળીયે
પશ્ચિમ બંગાળમાં ૧૨૩માંથી ફકત ત્રણ ફાસ્ટ ટ્રેક કોર્ટ કરે છે કામ

નવી દિલ્હી, તા.૧૨: કોલકાતામાં ડૉક્ટર સાથે થયેલી હેવાનિયત બાદ દુષ્કર્મ અને યૌન ઉત્પીડનના કેસોને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગે ફરીથી જોર પકડ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આ અદાલતોની સ્થાપનાની જરૂરત જણાવી હતી, પરંતુ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો જે પર્ફોરમન્સ રિપોર્ટ સામે આવ્યો તેમાં સાબિત થયું છે કે, અદાલતો દુષ્કર્મ અને પોક્સો કેસમાં ત્વરિત ચુકાદામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ પશ્ચિમ બંગાળ તેમાં પાછળ છે.
આંકડા અનુસાર, ગત વર્ષે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૯૪ ટકા કેસ પતાવવામાં આવ્યા હતાં. જેમાં મહારાષ્ટ્રનું ૮૦ ટકા અને પંજાબનું ૭૧ ટકા પ્રદર્શન હતું. પશ્ચિમ બંગાળનું સૌથી ખરાબ ફક્ત ૨ ટકા પ્રદર્શન હતું. તેનું કારણ પણ સ્પષ્ટ છે. કારણ કે, મોટાભાગના રાજ્યોએ તેમને ફાળવવામાં આવેલી તમામ અથવા મોટાભાગની ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરી દીધી છે અને સંચાલન પણ શરૂ થઈ ગયું છે. જોકે, પશ્ચિમ બંગાળમાં ૧૨૩ માંથી ફક્ત ત્રણ કોર્ટ જ કામ કરી રહી છે.
રોલ ઑફ ફાસ્ટ ટ્રેક સ્પેશ્ય કોર્ટ ઈન રિડ્યુસિંગ કેસ બેકલાગ્સ નામથી રજૂ કરવામાં આવેલો રિપોર્ટ જણાવે છે કે, ૨૦૨૨ માં જ્યાં દેશની અદાલતોમાં દુષ્કર્મ અને પોક્સોના કેસના પતાવટનો દર ૧૦ ટકા હતો. તેમજ, વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતોમાં આ દર ૮૩ ટકા હતો જે વધીને ૨૦૨૩ માં ૯૪ ટકા સુધી પહોંચી ગયો હતો.
રિપોર્ટ અનુસાર, જો કોઈપણ નવો કેસ ન જોડવામાં આવે તો દર ત્રણ મિનિટે દુષ્કર્મ અને પોક્સોના કેસ પતાવવામાં આવે તો ડિસેમ્બર ૨૦૨૩ સુધી પેન્ડિંગ કેસ ખતમ થઈ શકે છે. હકીકતમાં, અત્યારે ૨,૦૨,૧૭૫ કે્સ પેન્ડિંગ છે. રિપોર્ટમાં તેને ખતમ કરવા માટે એક હજારથી વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની સલાહ આપવામાં આવી છે.
દુષ્કર્મ પીડિતાને ત્વરિત ન્યાય સુનિશ્ચિત કરવામાં આ અદાલતોની જરૂરતને રેખાંકિત કરતા બાળ અધિકાર કાર્યકર્તા અને બાળ વિવાહ મુક્ત ભારતના સંસ્થાપક ભુવન ઋભુએ તમામ પેન્ડિંગ કેસ પતાવવલા માટે નીતિ બનાવવાની વાત કરી હતી.
રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારે ૨૦૧૯ માં વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ યોજના લાગુ કરી હતી. દેશભરમાં ૧૦૨૩ વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનેલી છે, દેશભરમાં ૧૦૨૩ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાની હતી, જેમાંથી હાલ માત્ર ૭૫૫ કોર્ટ જ કામ કરી રહી છે. તેની રચના બાદથી આ અદાલતોમાં કુલ ૪૧૬૬૩૮ કેસ સુનાવણી માટે આવ્યા છે, જેમાંથી ૨૧૪૪૬૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે, જે ફક્ત ૫૨ ટકા છે.
નોંધનીય છે કે, વિવિધ રાજ્યોમાં ફાસ્ટ ટ્રેક દીઠ સરેરાશ ઓપરેટિંગ ખર્ચ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને આસામ, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોએ તેમના ફાસ્ટ ટ્રેક કોર્ટના ઓપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. તેનાથી વિપરીત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં સમાન સમયગાળા દરમિયાન ઓપરેટિંગ ખર્ચમાં વધારો જોવા મળ્યો છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
