News of Wednesday, 11th September 2024
ચૂંટણી પહેલા નાયબ સિંહ સૈનીએ છોડી સીએમની ગાદી : હરિયાણા વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવાયો
સીએમ નાયબ સિંહ સૈનીએ કેબિનેટની બેઠક બોલાવી :વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરાઈ

ચંડીગઢ. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે નામાંકન વચ્ચે આજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટની બેઠકમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવાયો હતો.
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હરિયાણા વિધાનસભા ભંગ કરવાની ભલામણ હવે રાજ્યપાલને મોકલવામાં આવશે. હરિયાણામાં સંપૂર્ણ બહુમતીની સરકાર હોવાથી રાજ્યપાલ આ ભલામણ સ્વીકારશે.
રાજ્યપાલ દ્વારા કેબિનેટની ભલામણનો સ્વીકાર કરવામાં આવ્યા બાદ સીએમ સૈની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરશે.
આ પહેલા હરિયાણા વિધાનસભાનું છેલ્લું સત્ર 13 માર્ચે બોલાવવામાં આવ્યું હતું. તે દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલના રાજીનામા બાદ સીએમ નાયબ સિંહ સૈનીએ વિશ્વાસ મત જીતી લીધો હતો.
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 5 ઓક્ટોબરે 90 બેઠકો પર મતદાન થશે. જેના માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે લાડવાથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે ઉમેદવારી પણ નોંધાવી છે.
કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી સામે ફરીથી ધારાસભ્ય મેવા સિંહને ટિકિટ આપી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ લાડવાથી જોગા સિંહને તક આપી છે.
હરિયાણા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ સતત પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. બીજી તરફ નોમિનેશન પ્રક્રિયા પણ જોરશોરથી ચાલી રહી છે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
