<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વિયેતનામમાં વાવાઝોડુ 'યાગી'એ ભારે તારાજી સર્જી :87 લોકોના મોત :પુલ તૂટ્યો :અનેક નદીઓમાં પૂર : જુઓ વિડિઓ

375 મીટર લાંબો ફોંગ ચૌ પુલ તૂટી પડવાથી મોટરબાઈક અને કાર સહિત ઓછામાં ઓછા 10 વાહનો રેડ નદીમાં વહી ગયા

વિયેતનામમાં વાવાઝોડુ 'યાગી'એ ભારે તારીજી સર્જી છે. વિયેતનામના અનેક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિમાં હજારોની સંખ્યામાં લોકો ફસાયા છે. આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 87 લોકોના મોત થયા છે. સ્થાનિક લોકોની માહિતી પ્રમાણે વાવાઝોડા સાથે ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં નદીમાં પૂર આવ્યા છે.

ઉત્તર વિયેતનામમાં વાવાઝોડાને કારણે એક પુલ તૂટી પડ્યો. 375 મીટર લાંબો ફોંગ ચૌ પુલ તૂટી પડવાથી મોટરબાઈક અને કાર સહિત ઓછામાં ઓછા 10 વાહનો રેડ નદીમાં વહી ગયા હતા.

ઉત્તર વિયેતનામમાં વાવાઝોડાને કારણે એક પુલ તૂટી પડ્યો. 375 મીટર લાંબો ફોંગ ચૌ પુલ તૂટી પડવાથી મોટરબાઈક અને કાર સહિત ઓછામાં ઓછા 10 વાહનો રેડ નદીમાં વહી ગયા હતા.

] સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો.પુલ તૂટી પડવાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ફૂ થો પ્રાંતમાં પુલ કેવી રીતે તૂટી પડ્યો. વીડિયોમાં એક ટ્રક નીચે પડતો જોઈ શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ 13 લોકો ગુમ છે. બચાવ કામગીરી ચાલી રહી છે, પુલનો એક ભાગ સુરક્ષિત હોવાનું જણાય છે

(11:03 PM IST)