તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં ભારતની ચાર પરીયોજના શું થશે?: યુનુસ સરકારે કર્યો ખુલાસો
મોટા પ્રોજેક્ટ છે અને તેને ચાલુ રાખીશું.જે પણ પ્રોજેક્ટ્સ છે, અમે તેને રોકીશું નહીં અને તે પ્રોજેક્ટ્સના ધિરાણ અને અમલીકરણ વિશે ચર્ચા કરીશું.

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં બળવા પછી એવી અટકળો ચાલી રહી હતી કે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા પ્રોજેક્ટ્સનું શું થશે? બાંગ્લાદેશની વચગાળાની સરકારના નાણાં સલાહકાર સલાહુદ્દીન અહેમદે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સાથેની બેઠક દરમિયાન પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. સલાહુદ્દીને ભારત સાથે સહયોગ વધારવાની આશા વ્યક્ત કરી હતી. આ દરમિયાન ભારતે બાંગ્લાદેશને આપવામાં આવતી લોનની સુવિધા બંધ નહીં કરવાની ખાતરી આપી છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના ટોચના સલાહકારે મંગળવારે જણાવ્યું હતું કે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દેશમાં નવા વહીવટ હેઠળ ચાલુ રહેશે. તેમણે ભારત સાથે સહયોગ અને સંબંધોને ગાઢ બનાવવાની આશા પણ વ્યક્ત કરી છે. નાણા સલાહકાર સલાહુદ્દીન અહેમદે જણાવ્યું હતું કે તેઓ અહીં બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સાથેની તેમની મુલાકાત દરમિયાન ભારત સાથે સહકાર વધારવા માટે આતુર છે,
અહેમદે વધુમાં કહ્યું કે તેમની (ભારત) પાસે પહેલાથી જ જે પ્રોજેક્ટ છે તે મોટા પ્રોજેક્ટ છે અને અમે તેને ચાલુ રાખીશું. અમારી પાસે જે પણ (પ્રોજેક્ટ્સ) છે, અમે તેને રોકીશું નહીં અને અમે તે પ્રોજેક્ટ્સના ધિરાણ અને અમલીકરણ વિશે ચર્ચા કરીશું.
બાંગ્લાદેશની વચગાળાની સરકારના નાણા સલાહકારની ટિપ્પણીઓ 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સરકારના પતન પછી ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ અંગેની ચિંતા વચ્ચે આવી છે. ભારતીય હાઈ કમિશનર વર્માએ કહ્યું કે નવી દિલ્હીએ બાંગ્લાદેશને કોઈ પણ ધિરાણ બંધ કર્યું નથી કારણ કે તે મોટા પ્રોજેક્ટ છે. તેથી કોન્ટ્રાક્ટરો પ્રોજેક્ટ શરૂ કરવા પાછા આવશે. બેઠકમાં બંને પક્ષો વચ્ચે વર્તમાન દ્વિપક્ષીય આર્થિક સહયોગને વધારવાના માર્ગો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
