<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો :સ્કોમાં ઘણી ઇમારતો ધરાશાયી; ફ્લાઈટ્સ પણ રદ્દ કરાઈ

મોસ્કો એરપોર્ટ પરથી 50 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી: ઘણી ફ્લાઈટ્સ કેન્સલ:મોસ્કો ક્ષેત્રમાં ઓછામાં ઓછા 20 યુક્રેનિયન ડ્રોનનો નાશ કરાયો અને 124 ડ્રોન અન્ય આઠ પ્રદેશોમાં તોડી પાડ્યાનો રશિયાનો દાવો

મોસ્કો. યુક્રેને મંગળવારે મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. 144 ડ્રોન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ડઝનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. હુમલાને કારણે રશિયાને મોસ્કો એરપોર્ટ પરથી 50 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

  રશિયાએ મોસ્કો ક્ષેત્રમાં ઓછામાં ઓછા 20 યુક્રેનિયન ડ્રોનનો નાશ કરવાનો દાવો કર્યો છે, જ્યારે 124 અન્ય 8 પ્રદેશોમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. આ સમય દરમિયાન, મોસ્કો નજીક એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે ઘણી ઘાયલ છે.

     તેના જવાબમાં રશિયાએ પણ 46 ડ્રોન વડે યુક્રેન પર હુમલો કર્યો હતો. યુક્રેનિયન હુમલાને કારણે મોસ્કોના ચારમાંથી ત્રણ એરપોર્ટ છ કલાક માટે બંધ રાખવામાં આવ્યા હતા. જેના કારણે હવાઈ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રહેણાંક વિસ્તાર પર યુક્રેનિયન હુમલા બાદ મોસ્કોમાં ઘણી ઊંચી ઇમારતોમાંથી જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી.

  ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે આ હુમલો યુક્રેનના રાજકીય નેતૃત્વનું સાચું પ્રતિબિંબ છે, જે રશિયા પ્રત્યેની દુશ્મનાવટ પર આધારિત છે. રાત્રે કોઈ પણ સેના નાગરિકો પર આ રીતે હુમલો નહીં કરે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ અમારા દુશ્મનો છે, અમે તેમની સામે સૈન્ય કાર્યવાહી પણ ચાલુ રાખીશું.

    અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આરોપ લગાવ્યો છે કે રશિયાએ ઈરાન પાસેથી શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલો મેળવી છે. જેનો ઉપયોગ તે યુક્રેન વિરુદ્ધ કરી રહ્યો છે. યુરોપીયન સુરક્ષા માટે આ એક મોટો ખતરો છે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટને પણ તેની ટીકા કરી છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાન પર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યા છે.

(9:42 PM IST)