News of Tuesday, 10th September 2024
ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં ગુજરાતી સહીત પાંચ શ્રદ્ધાળુઓના મોત
મૃતકોમાં એક સુરત ગુજરાતના તીર્થયાત્રી, એક નેપાળનો, 3 મધ્યપ્રદેશના .

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ જવાના માર્ગ પર સોમવારે મોડી રાત્રે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે દટાઈ જવાથી પાંચ તીર્થયાત્રીઓના મોત થયા હતા, જ્યારે અનેક યાત્રાળુઓ ઘાયલ થયા હતા. SDRFએ મંગળવારે સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોમાં એક તીર્થયાત્રી નેપાળનો, 3 મધ્યપ્રદેશનો અને 1 ગુજરાતનો છે. તેમની ઓળખ ગોપાલ (50), દુર્ગાબાઈ ખાપર (50), સમનબાઈ (50), ધાર, મધ્યપ્રદેશના રહેવાસી, ભરતભાઈ નિરાલાલ (52), સુરત, ગુજરાત અને ધનવા રહેવાસી તિતલી દેવી મંડળ (70) , નેપાળ તરીકે થઈ હતી.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
