News of Tuesday, 10th September 2024
સુઝલોનમાં અપર સર્કિટ : ઇરેડામાં તેજી : રોકાણકારોને જલ્સો
સુઝલોનમાં ૫ ટકાની અપર સર્કિટ હતી અને તે રૂ. ૭૮.૦૫ પર પહોંચી ગયોઃ ઇરેડા લગભગ ૬%ના ઉછાળા સાથે તે રૂ.૨૪૦ પર પહોંચી ગયો હતો

નવી દિલ્હી, તા.૧૦: સુઝલોન એનર્જી અને IREDAના રોકાણકારોએ મંગળવારે જંગી નફો કર્યો હતો. સુઝલોનને NTPC તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. તેમજ પ્રખ્યાત અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ સુઝલોન અંગે સકારાત્મક અભિપ્રાય આપ્યો છે. તેના કારણે સુઝલોનમાં ૫ ટકાની અપર સર્કિટ હતી અને તે રૂ.૭૮.૦૫ પર પહોંચી ગયો હતો. જો કે, તે હજુ પણ તેની એક વર્ષની ઊંચી સપાટીથી ૭.૫૨ ટકા નીચે છે.
સાથે જ સરકારી નવરત્ન ઇરેડાને પણ મોટો ફાયદો મળ્યો છે. તેણે નેપાળમાં એક પ્રોજેક્ટ માટે SJVN અને GMR એનર્જી સાથે ડીલ ફાઈનલ કરી છે. IREDA અનુસાર, આ સહયોગનો ઉદ્દેશ રિન્યુએબલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ દ્વારા પ્રાદેશિક ઉર્જા સુરક્ષાને વધારવાનો છે. શરૂઆતના વેપારમાં લગભગ ૬ ટકાના ઉછાળા સાથે તે રૂ. ૨૪૦ પર પહોંચી ગયો હતો.
મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ કંપની સુઝલોન એનર્જી નાણાકીય વર્ષ ૨૦૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૭માં સારી કમાણી કરશે. સુઝલોન એનર્જીને NTPC ગ્રીન એનર્જી તરફથી ૧,૧૬૬ મેગાવોટનો ઓર્ડર મળ્યો છે. આ હેઠળ, સુઝલોન હાઇબ્રિડ લેટીસ ટયુબ્યુલર (એચએલટી) ટાવરથી સજ્જ અને ૩.૧૫ મેગાવોટ ક્ષમતા સાથે ૩૭૦ લ્૧૪૪ વિન્ડ ટર્બાઇન જનરેટર સ્થાપિત કરશે. સુઝલોન માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે. આ સહિત, ૩ સપ્ટેમ્બર સુધીમાં, સુઝલોનની ઓર્ડર બુક ૫ GWની નજીક પહોંચી ગઈ હતી.
મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે સુઝલોનને લાંબા સમય બાદ સરકારી કંપની તરફથી ઓર્ડર મળ્યો છે. અગાઉ તે નેગેટિવ નેટવર્થના કારણે બિડ કરી શકયું ન હતું. જો કે, મોર્ગન સ્ટેનલીએ સુઝલોનના ઓવરવેઈટ રેટિંગમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને ટાર્ગેટ ભાવ રૂ. ૭૩.૪ રાખ્યો હતો, જે હવે પાર થઈ ગયો છે. સુઝલોનને આવરી લેતા પાંચ વિશ્લેષકોમાંથી ૩એ તેને ગ્શ્ળ્ રેટિંગ આપ્યું છે અને બેએ તેને હોલ્ડ રેટિંગ આપ્યું છે. ICICI સિકયોરિટીઝ દ્વારા સૌથી વધુ લક્ષ્યાંક કિંમત રૂ. ૮૦ છે.
ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના શેરમાં વધારો નેપાળમાં SJVN અને GMR એનર્જી સાથેના સોદાને કારણે થયો છે. આ ડીલ નેપાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે નેપાળની વ્યાપક હાઇડ્રોપાવર ક્ષમતાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. IREDAના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ કુમાર દાસ કહે છે કે આ મહત્વપૂર્ણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં અમારું રોકાણ રિન્યુએબલ એનર્જી પહેલને આધુનિક બનાવવા માટે IREDAની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
બપોરે ૧ વાગ્યા સુધીમાં IREDAના શેર ૪.૨૭ ટકાના વધારા સાથે રૂ. ૨૩૨.૭૦ પર ટ્રેડ થઈ રહ્યા હતા. IREDA એ છેલ્લા ૬ મહિનામાં ૬૫ ટકા નફો આપ્યો છે. તે જ સમયે, તેણે એક વર્ષમાં લગભગ ૨૯૦ ટકા મલ્ટિબેગર વળતર આપ્યું
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
