<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

શેરબજારમાં રોનક : સેન્‍સેકસ ૮૨૧૫૦ : નીફટી ૨૫૧૦૦ ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૫૮૯ તો નીફટી ૧૬૨ પોઇન્‍ટ અપ

મુંબઇ, તા.૧૦: શેરબજારમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્‍સેક્‍સ લગભગ ૨૦૦ પોઈન્‍ટના વધારા સાથે ૮૧,૭૫૦ના સ્‍તર પર કારોબાર કરી રહ્યો છે. તેના ૩૦માંથી ૨૨ શેર વધી રહ્યા છે.

તે જ સમયે, નિફ્‌ટી પણ ૫૦ પોઈન્‍ટથી વધુ ઉછળ્‍યો છે. તે ૨૫,૦૦૦ના સ્‍તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્‌ટી ૫૦ના ૩૮ શેર વધી રહ્યા છે અને ૧૨ ઘટી રહ્યા છે. આજે આઈટી અને બેન્‍કિંગ શેર્સમાં વધુ વળદ્ધિ જોવા મળી રહી છે.

૨.૧૫ કલાકે સેન્‍સેક્‍સ ૫૮૯ વધીને ૮૨૧૪૯ અને નિફ્‌ટી ૧૬૨ વધીને ૨૫૦૯૯ ઉપર છે.

આઈટી, મીડિયા, મેટલ સેક્‍ટરમાં ખરીદીથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. નિફ્‌ટીમાં, Divi's Laboratories, LTIMindtree Limited, Bharti Airtel, Wipro ના શેર ૩-૨% ના વધારા સાથે ટોચના ગેનર છે. જ્‍યારે ફાઇનાન્‍શિયલ સર્વિસિસમાં વેચાણ નોંધાઈ રહ્યું છે. એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વના શેર નિફ્‌ટીમાં ટોપ લુઝર્સમાં સામેલ છે, જે લગભગ ૪-૨% સુધી લપસી ગયા છે.

(3:41 PM IST)