<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

હવે કાશ્‍મીરમાં પણ ગંગા આરતી જેવા આયોજનની તૈયારી

ઝેલમના કિનારે થશે વિતસ્‍તા આરતી : ૧૦૦ જૂના મંદિરોનો કરાશે જીર્ણોધ્‍ધાર

નવી દિલ્‍હી : જમ્‍મુ કાશ્‍મીરની બે નદીઓના કિનારે ગંગા આરતી જેવા આયોજનની તૈયારી છે. જમ્‍મુની જીવનરેખા ગણાતી જમ્‍મુ તાવી નદી અને શ્રીનગરમાં ઝેલેમ નદીના કિનારે તેના પ્રાચીન વૈદિક નામ ‘વિતસ્‍તા'ની આરતી થશે. સાથે જ રાજયમાં ૧૦૦ જૂના મંદિરોના જીર્ણોધ્‍ધાર દ્વારા ત્‍યાં પૂજા અર્ચનાનો પણ પ્‍લાન છે. ૯૦ના દાયકામાં આ મંદિરો આતંકવાદની ભેટ ચડી ચૂકયા છે. ભાજપાએ વિધાનસભા ચૂંટણીમાં આ વચનોને હિંદુત્‍વની લહેર ઉત્‍પન્‍ન કરવા માટે મોટો મુદ્દો બનાવ્‍યો છે. આના માટે ભાજપાએ ‘ઋષિ કશ્‍યપ તીર્થ યોજના' ચલાવવાની વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કશ્‍યપ ઋષિના નામ પરથી કાશ્‍મીરનું નામ પડયુ હોવાનું માનવામાં આવે છે. ભાજપાના એક સીનીયર નેતાએ કહ્યું કે ૩૭૦ હટયા પછી, જમ્‍મુ કાશ્‍મીરમાં સુરક્ષાનું વાતાવરણ સુધર્યુ છે. એટલે જ વૈષ્‍ણોદેવી મંદિરમાં ૨૦૨૩-૨૪માં ૯૩ લાખ લોકો દર્શન કરવા આવ્‍યા અને  પાંચ લાખથી વધારે લોકોએ અમરનાથ યાત્રા પણ કરી. હવે રાજયમાં શંકરાચાર્ય, રઘુનાથ વગેરેમાંથી મંદિરોની કાયાપલટ કરીને તેને આકર્ષણનું  કેન્‍દ્ર બનાવવાની તૈયારી છે. જેથી પ્રવાસે આવતા લોકો આ મંદિરોમાં આવે અને ફરી એકવાર અહીં હિંદુ સંસ્‍કૃતિને પ્રોત્‍સાહન મળે.

(3:15 PM IST)