<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

વિનેશની રાજકારણમાં એન્‍ટ્રીથી તાઉ મહાવીર ફોગટ નારાજ

નવી દિલ્‍હી તા. ૧૦: ગત અઠવાડીયે મહિલા રેસલર વિનેશ ફોગટે કોંગ્રેસમાં જોડાઇને રાજકારણની શરૂઆત કરી હતી. ત્‍યારબાદ કોંગ્રેસે વિનેશને વિધાનસભાના ઉમેદવાર પણ જાહેર કરેલ. જો કે આ તમામ વચ્‍ચે વિનેશના તાઉ અને દ્રોણાચાર્ય પુરસ્‍કારથી સન્‍માનીત મહાવિર ફોગટ નાખુશ છે. તેમણે જણાવેલ કે વિનેશે હજી રાજકારણમાં પ્રવેશ કરવો જોઇતો ન હતો. હું તેને યોગ્‍ય નથી માનતો તેણે ર૦ર૮ના ઓલમ્‍પીકમાં ભાગ લેવો જોઇતો હતો, જે તેના માટે મહત્‍વનું હોત.

(3:12 PM IST)