<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

મંકીપોક્‍સ અંગે કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગે જાહેર કરી એડવાયઝરી ગઇ કાલે દેશમાં પ્રથમ કેસ નોંધાયો હતો

નવી દિલ્‍હી,તા. ૧૦: ભારતમાં મંકી પોક્‍સનો પ્રથમ કેસ ગઇ કાલે સોમવારે નોંધાયો હતો. ત્‍યારે કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયનું કહેવું છે કે, ભારતમાં એમપોક્‍સ વાયરસનો એક અલગ કેસ સામે આવ્‍યો છે. આ કેસ એક અલગ કેસ છે જે ભારતમાં અગાઉ જુલાઈ ૨૦૨૨ થી નોંધાયેલા ૩૦ કેસ જેવો જ છે. તે હાલમાં વૈશ્વિક આરોગ્‍ય કટોકટીનો ભાગ નથી અને Mpox ના ક્‍લેડ ૧ સાથે સંબંધિત છે.

મંત્રાલયે વધુમાં જણાવ્‍યું હતું કે, આ વ્‍યક્‍તિ એક યુવાન પુરુષ છે જેણે તાજેતરમાં જ એવા દેશમાંથી પ્રવાસ કર્યો છે જયાં એમપોક્‍સ ચેપની ઉચ્‍ચ ઘટનાઓ છે. હાલમાં તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્‍યો છે. હાલમાં વ્‍યક્‍તિની સ્‍થિતિ સ્‍થિર છે અને તેને અન્‍ય કોઈ બીમારી નથી.

કેન્‍દ્ર સરકારે વૈશ્વિક Mpox  ફાટી નીકળવાના સંબંધમાં તમામ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તમામ અધિકારીઓને યોગ્‍ય સાવચેતી રાખવા અને Mpox  ના લક્ષણો અને નિવારણ વિશે માહિતી આપવા જણાવ્‍યુ હતું.

આ ચેતવણી એવા સમયે આપવામાં આવી છે જયારે એમપોક્‍સનો નવો સ્‍ટ્રેન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે WHOએ બે વર્ષમાં બીજી વખત તેને વૈશ્વિક સ્‍વાસ્‍થ્‍ય ઈમરજન્‍સી જાહેર કરવી પડી છે.

 

(3:10 PM IST)