તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
મુકેશ અંબાણી દીપિકાને મળવા હોસ્પિટલ પહોંચ્યા: નાનકડી પરીને આપ્યા આશિર્વાદ
મુકેશ અંબાણીએ માતા અને પુત્રીને મળીને તેમના ખબર અંતર પૂછ્યા: વિડિઓ વાયરલ

મુંબઈ :અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી.
સોશિયલ મીડિયા પર તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દીપિકા અને તેની પુત્રીને મળવા હોસ્પિટલ પહોંચ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દીપિકા પાદુકોણના નજીકના મિત્રો અને શુભેચ્છકો તેને અને તેની દિકરીને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. મુકેશ અંબાણી પણ દીપિકા પાદુકોણને મળવા આવ્યા હતા. હોસ્પિટલની બહાર મુકેશ અંબાણીની કાર જોવા મળી હતી. જણાવવામાં આવી કહ્યું છે કે, મુકેશ અંબાણી માતા અને પુત્રીને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે મુકેશ અંબાણીની કાર ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલ જતી જોઈ શકાય છે.
દીપિકા અને રણવીરે પોતાની પુત્રીના જન્મના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા હતા. આલિયા ભટ્ટથી લઇને પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, અર્જુન કપૂર, પરિણીતી, તમામ સ્ટાર્સે શુભેચ્છા પાઠવી અને લિટલ એન્જલને પ્રેમ અને આશીર્વાદ આપ્યા.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
