તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Tuesday, 10th September 2024
સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત નાજુક : એઈમ્સમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા
19 ઓગસ્ટે તેમને છાતીમાં ઈન્ફેક્શન બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી : CPI(M)ના રાષ્ટ્રીય મહાસચિવ સીતારામ યેચુરીની હાલત નાજુક છે. તેમને નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આ માહિતી મંગળવારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) દ્વારા શેર કરવામાં આવી હતી.
સીતારમણ યેચુરીને 19 ઓગસ્ટે છાતીમાં ઈન્ફેક્શન બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ ખરાબ થતાં તેમને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. તેમના પક્ષના જણાવ્યા અનુસાર, ડૉક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
