News of Tuesday, 10th September 2024
મહારાષ્ટ્રમાં પલટાઈ ગઈ બાજી :NDAને આટલી બધી સીટોથી હરાવશે MVA:ચોંકાવનારો લોકપોલ સર્વે
NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે:મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે

મુંબઈ : ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.
સર્વે અનુસાર, વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે. મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા 'લોક પોલ'ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે
અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મહારાષ્ટ્રમાં મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી પહેલા તાજેતરના સર્વેના પરિણામો સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે.
સર્વે અનુસાર વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA) આગામી રાજ્યની ચૂંટણીમાં NDAને સારા માર્જિનથી હરાવી શકે છે. સીટોનું આ અંતર લગભગ 20 હોઈ શકે છે.
મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા 'લોક પોલ'ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો મળી શકે છે, જ્યારે મહાવિકાસ અઘાડી (MVA- કોંગ્રેસ, શરદ પવારની NCP અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના) ગઠબંધન 141-154 બેઠકો જીતી શકે છે .
અન્યને પાંચથી 18 બેઠકો મળી શકે છે. વોટ શેરની વાત કરીએ તો એનડીએની વોટ ટકાવારી 38-41%, MVAની 41-44% અને અન્યની 15-18% હોઈ શકે છે.
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
