<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રાષ્ટ્રપતિ બાઇડને ૪ વર્ષમાં ૫૨૩ દિવસની રજા લીધી

બાઇડને લીધેલી રજાઓને લીધે કાર્યકાળનો ૪૦ ટકા સમય રજામાં ગાળ્‍યો

વોશીંગ્‍ટન,તા. ૧૦: અમેરિકાના ૮૧ વર્ષના રાષ્ટ્રપતિ જો બાઇડને ૪ વર્ષના કાર્યકાળમાં ૫૩૨ દિવસ એટલે કે એક વર્ષ કરતાં પણ વધુ દિવસોની રજા લીધી છે. રિપબ્‍લિકન નેશનલ કમિટીએ કરેલા વિશ્વેષણ પ્રમાણે બાઇડને લીધેલી રજાઓને લીધે કાર્યકાળનો ૪૦ ટકા સમય રજામાં ગાળ્‍યો છે. અમેરિકામાં સરેરાશ સામાન્‍ય નાગરિકને દર વર્ષે ૧૧ દિવસની રજા મળતી હોય છે અને બાઇડનની રજાઓ સાથે એને સરખાવીએ તો સરેરાશ નાગરિકની લગભગ ૪૮ વર્ષની રજા જેટલી થાય છે. આ વિગતો બહાર આવતાં ટીકાકારોએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા અને ઘરઆંગણાના પડકારો વચ્‍ચે રાષ્ટ્રપતિએ રજાઓ લીધી છે એ ખૂબ જ અયોગ્‍ય છે. અમેરિકા અને વિશ્વમાં આગ લાગી હતી ત્‍યારે દરિયાકિનારે ખુરશી પર ગાઢ નિદ્રા માણી રહેલા અને ઊંધા સૂઈ રહેલા બાઇડનની તસવીરો તેમના સ્‍વભાવની ઓળખ આપશે, એમ ડોનલ્‍ડ ટ્રમ્‍પ હસ્‍તકના વાઇટ હાઉસ બજેટ કાર્યાલયના પૂર્વ જનરલ કાઉન્‍સિલ માર્ક પાઓલેટાએ કહ્યું હતું. જોકે બાઇડનના સાથીઓના કહેવા પ્રમાણે તેઓ રજામાં પણ કામ તો કરતા જ હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે હોદ્દા પર રહીને ૨૬ ટકા રજાઓમાં ખાનગી પ્રવાસો કર્યા હતા જયારે રોનલ્‍ડ રીગન અને બરાક ઓબામાએ બે કાર્યકાળ દરમિયાન માત્ર ૧૧ ટકા રજા લીધી હતી. જિમી કાર્ટરે એક જ કાર્યકાળમાં ૭૯ દિવસની રજા લીધી હતી.

(9:33 AM IST)