News of Tuesday, 10th September 2024
જીવન વિમા-હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી સસ્તી થશે , પ્રીમિયમ પર ઘટી શકે GST: કાઉન્સિલની બેઠકમાં સહમતિ
વર્ષ 2023-24માં કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રિમીયમ પર જીએસટી દ્વારા 8,262.94 કરોડ એકત્ર કર્યા જ્યારે 1,484.36 કરોડ આરોગ્ય રિઇન્શ્યોરન્સ પ્રિમીયમ પર GST તરીકે એકત્રિત થયા

નવી દિલ્હી :દેશના કરોડો ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદદારોને મોટી રાહત મળવા જઈ રહી છે. હકીકતમાં GST પરિષદની મળેલી બેઠકમાં હેલ્થ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર GST દરને વર્તમાન 18 ટકાથી ઘટાડવા માટે સહમતિ કેળવવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ટેક્સ રેટને યુક્તસંગત કરવાની કેન્દ્ર અને રાજ્યોના કરવેરા અધિકારીઓની સમિતિ (ફિટમેન્ટ કમિટી)એ સોમવારના રોજ GST પરિષદને સમક્ષ એક રિપોર્ટ રજૂ કરી.
આરોગ્ય અને જીવન વીમા પર GST દરમાં ઘટાડો કરવા પર વ્યાપક સર્વસંમતિ છે, પરંતુ કાઉન્સિલની આગામી બેઠકમાં મોડલિટી નક્કી કરવામાં આવશે, એક સૂત્રએ જણાવ્યું હતું. GST કાઉન્સિલની 54મી બેઠક કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને રાજ્યના મંત્રીઓની હાજરીમાં દિલ્હીમાં ચાલી રહી છે. તે GST સંબંધિત બાબતોમાં નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા છે.
નાણાકીય વર્ષ 2023-24માં કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રિમીયમ પર જીએસટી દ્વારા રૂપિયા 8,262.94 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે રૂપિયા 1,484.36 કરોડ આરોગ્ય રિઇન્શ્યોરન્સ પ્રિમીયમ પર GST તરીકે એકત્રિત થયા હતા. સંસદમાં ચર્ચા દરમિયાન વીમા પ્રીમિયમ પર ટેક્સ લાદવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
