તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 9th September 2024
વિશ્વ બજારના સંકેતોને પગલે બુલિયન માર્કેટમાં કડાકો: સોનું રૂપિયા 700 અને ચાંદીમાં રૂપિયા 2,000નું ગાબડું
US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી શક્યતાથી બુલિયન માર્કેટ પર અસર થઇ

મુંબઈ :વિશ્વ બજારોમાંથી મળેલા સંકેતોને પગલે સોમવારે રાષ્ટ્રીય રાજધાની ખાતે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 700 ગગડી રૂપિયા 73,500 થયા હતા.
જ્યારે ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 2,000 ગગડીને રૂપિયા 83,800 થયા છે, અગાઉ રૂપિયા 85,800 પર કામકાજ કરતાં હતા. સ્થાનિક જ્વેલર્સ તરફથી નબળી માંગ તથા વિદેશી બજારોમાં ભાવમાં ઘટાડો થતા તેની સ્થાનિક બજારોમાં અસર જોવા મળી હતી.
કોમેક્સ ગોલ્ડ ઔંસ દીઠ 0.07 ટકા તૂટીને 2,522.90 ડોલર રહ્યા હતા.અમેરિકા તરફથી રોજગારીના આંકડાકીય માહિતી એકંદરે મિશ્ર સ્થિતિ મળી આવી હતી, જેને પગલે US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થાય તેવી શક્યતા બુલિયન માર્કેટ પર અસર જોવા મળી હતી.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે ચાંદી કિલોનો ભાવ રૂપિયા 84,000થી રૂપિયા 1,000 ગગડીને રૂપિયા 83,000 રહ્યો હતો. જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ 74,300થી રૂપિયા 500 તૂટી રૂપિયા 73,800 અને અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 74,100થી રૂપિયા 500 ગગડી રૂપિયા 73,600 રહ્યા હતા.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
