News of Monday, 9th September 2024
કર્ણાટકના તુમકુરુમાં બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: મહિલા અને બાળક સહિત 5 લોકોના મોત: 4 ઘાયલ
મૃતકોમાંથી ત્રણ એક જ પરિવારના સભ્યો: બાકીના બે અન્ય કારમાં હતા.

કર્ણાટકના તુમકુરુ જિલ્લાના મધુગિરી તાલુકામાં રવિવારે બે કાર વચ્ચેની અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી ત્રણ એક જ પરિવારના સભ્યો હતા જેઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બાકીના બે અન્ય કારમાં હતા.
પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ત્રણ પુરૂષો, એક આઠ વર્ષનો બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ એક બાળક સહિત ચાર લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતના સંદર્ભમાં મધુગીરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
